Connect Gujarat
Featured

અરવલ્લી : મોડાસાની યુવતીએ સતત ત્રીજા વર્ષે લાંબા વાળ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

અરવલ્લી : મોડાસાની યુવતીએ સતત ત્રીજા વર્ષે લાંબા વાળ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
X

ગિનિશ વર્લ્ડ રેકોર્ડ તો અનેક હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાની એક યુવતી કે, જેણે ત્રણ ત્રણવાર વર્લ્ડ રેકોર્ડ બનાવી અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. અરવલ્લીની યુવતીએ ટિનેઝર કેટેગરીમાં વિશ્વમાં સૌથી લાંબાવાળ બનાવવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.

લાંબા વાળ રાખવાના શોખથી અરવલ્લીના મોડાસાની નિલાંશી પટેલ આજે વિશ્વભરમાં એક નવી ઓળખ બની ગઇ છે. નિલાંશી પટેલે લાંબા વાળા માટે ગીનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં હેટ્રીક સર્જી છે. આ વર્ષે 2020માં 190 સેન્ટિમિટર એટલે કે, 6 ફૂટ 8 ઇંચ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તો આ પહેલા નિલાંશીએ વર્ષ 2018માં તેના સૌથી લાંબા વાળ 170 સેન્ટિમિટર એટલે કે, 5 ફૂટ 7 ઇંચ સાથે વિશ્વની ટિનેઝરની કેટેગરીમાં સ્થાન મેળવી વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો, ત્યારે હવે એક વર્ષ બાદ તેણે ફરીથી તેનો જ રેકોર્ડ તોડી વર્ષ 2019માં 190 સેન્ટિમિટર એટલે કે, 6 ફૂટ 8 ઇંચના લાંબા વાળનો ગિનિશ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

અરવલ્લીની નિલાંશીને લાંબા વાળા ધરવવાનું ગૌરવ તો પ્રાપ્ત થયું જ છે. સાથે જ તે અભ્યાસમાં પણ એટલી જ હોંશીયાર છે. તેણે તાજેતરમાં JEE એડવાન્સ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે 107મો રેન્ક મેળવ્યો છે. સાથે જ ગાંધીનગર IITમાં કેમીકલ એન્જિનિયરીંગમાં પણ એડમીશન લીધુ છે. નાની ઉંમરે નિલાંશીએ મેળવેલી સિદ્ધિથી માતૃપિતા આજે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. નિલાંશી જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેણે વાળ કપાવ્યા હતા, ત્યારબાદ તેણે ક્યારેય વાળ કપાવ્યા નથી. હવે લોકો નિલાંશીના માતા-પિતા તરીકે લોકો ઓળખે છે, જેનો નિલાંશીના માતા-પિતાને ગર્વ છે કે, જે દીકરીની અથાગ મહેનત અને કઠોર પરિશ્રમ કારણે જ આવું સુંદર પરિણામ શક્ય બન્યું છે.

Next Story