Connect Gujarat
Featured

અરવલ્લી : મોડાસાના 2 ખેલાડીઓ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં અવ્વલ, પરિવાર સહિત જિલ્લાનું નામ કર્યું રોશન

અરવલ્લી : મોડાસાના 2 ખેલાડીઓ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં અવ્વલ, પરિવાર સહિત જિલ્લાનું નામ કર્યું રોશન
X

અરવલ્લી જિલ્લાના ટેબલ ટેનિસના 2 ખેલાડીઓએ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં સીલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પરિવાર સહિત સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ગાંધીધામ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્ટીગા કોસ્કો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ-2020 સ્પર્ધામાં સમગ્ર રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટેબલ ટેનિસ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના અરમાન શેખે સિલ્વર મેડલ અને જન્મેન્જય પટેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, ત્યારે આ બન્ને ખેલાડીઓ હવે આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ઈન્દોર ખાતે યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે. તો સાથે જ બન્ને ખેલાડીઓએ પરિવાર સહિત સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

જોકે આ બન્ને ખેલાડીઓએ કોરોના સંક્રમણ વચ્ચે ઘરે જ રહી કોચ મઝહર સુથારના માર્ગદર્શન હેઠળ અથાગ મહેનત કરી હતી. જેથી જ્વલંત સફળતા મેળવી સમગ્ર રાજ્યમાં મોડાસા શહેરનું નામ રોશન કર્યું છે. અરમાન અને જન્મેન્જયના કોચ મજહર સુથારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખિલાડીઓને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જેથી બન્ને ખેલાડીઓ દેશ માટે મેડલ મેળવવા રોજના 7થી 8 કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છે.

Next Story