Connect Gujarat
Featured

અરવલ્લી: ખેડૂતે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું પરંતુ બજારમાં ક્યાં વેચવી એ પ્રશ્ન ઉભો થયો, પછી ખેડૂતે શું પ્રયોગ કર્યો જુઓ

અરવલ્લી: ખેડૂતે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું પરંતુ બજારમાં ક્યાં વેચવી એ પ્રશ્ન ઉભો થયો, પછી ખેડૂતે શું પ્રયોગ કર્યો જુઓ
X

અરવલ્લી જિલ્લાના ગઢડા કંપા ગામે ધરતીપુત્રએ ઓર્ગેનિક શેરડીનું વાવતર કર્યા બાદ તેનું વેચાણ ન થતાં શેરડીમાઠી ઘરે જં દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો નવીન ખેતી કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અને તેમાંય ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતો વધારે રસ દાખવી રહ્યા છે, મોડાસા તાલુકાના ગઢડા કંપા ગામે ખેડૂતોએ ગત વર્ષે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું હતું, જો કે બજારમાં ક્યાં વેચવી તેનો સવાલ હતો. એટલું જ નહીં થોડા જ સમય બાદ લોકડાઉન થતાં ખેડૂતોએ નવો ઉપાય શોધ્યો અને ઘરે જ દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો. અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે મગફળી, ઘઉ, ચણા, કપાસ જેવી ખેતી થતી હોય છે, ઉત્તર ગુજરાત માં શેરડી ની ખેતી કરવાનું સાહસ ભાગ્યેજ કોઇ ખેડુત કરે છે.

આવામાં ગઢડાકંપના ખેડૂત મીતેશ પટેલે નવતર પ્રયોગ કરી સુભાષ પાલેકર પ્રેરીત ઓર્ગેનીક પદ્વિતી અપનાવી શેરડીની ખેતી કરી હતી. તેમના ખેતરમાં તૈયાર થયેલ શેરડીને તેઓ બજારમાં વેંચવાને બદલે તેમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે. કાચા માલના ભાવ કરતા ઓર્ગેનીક ગોળનું વેચાણ કરી મીતેશ પટેલ સારી એવી આવક મેળવી રહ્યા છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે મીતેશ પટેલે સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડુતો માટે નવો ચીલો ચીતર્યો છે.

Next Story