Connect Gujarat
ગુજરાત

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ, મોડાસામાં દિવાલ ધરાશાયી થતાં 2 કાર દટાઈ

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ, મોડાસામાં દિવાલ ધરાશાયી થતાં 2 કાર દટાઈ
X

અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા વૃક્ષો સહિત દીવાલ ધરાશાયી થવા સાથે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની છે.

રાજયભરમાં હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. મોડાસા સહિત માલપુર, મેઘરજ, ધનસુરા, ભિલોડાના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂત બેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો છે. અરવલ્લી જિલ્લાના કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

મોડાસા શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બની હતી, તો મોડાસાના માલપુર રોડ વિસ્તારમાં આવેલા બાલાજી કોમ્પ્લેક્ષ પાસે સર્કિટ હાઉસની દિવાલ ધરાશાયી થઇ હતી. દિવાલ ધરાશાયી થતાં ત્યાં નજીકમાં પાર્કિંગ કરેલી બે ફોર વ્હીલર ગાડી દીવાલના કાટમાળ નીચે દબાઈ ગઇ હતી. ભારે પવન સાથે વરસેલ વરસાદના પગલે અરવલ્લી જિલ્લાના કેટલાય ગામડાઓમાં વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી.

Next Story