Connect Gujarat
Featured

અરવલ્લી : ઢોલ બનાવતા રાજસ્થાની પરિવારોનું થયું આગમન, જાણો કેમ આવે છે માત્ર હોળી દરમ્યાન..!

અરવલ્લી : ઢોલ બનાવતા રાજસ્થાની પરિવારોનું થયું આગમન, જાણો કેમ આવે છે માત્ર હોળી દરમ્યાન..!
X

લગ્ન હોય અને ઢોલ ન વાગે એવું કદાચ ઓછું બનતું હશે, અને તેમાંય હોળીનો પર્વ હોય અને આદિવાસી સમાજના લોકો ઢોલ વિના તાલે ઝૂમે તે પણ ઓછું જોવા મળતું હશે, ત્યારે અરવલ્લી જીલ્લામાં ઢોલ બનાવતા રાજસ્થાની પરિવારોનું આગમન થયું છે. જુઓ અમારો વિષે અહેવાલ ઢોલ બનાવતા ઢોલિળાની કહાની…

હાલ અરવલ્લી જિલ્લામાં ફૂટપાથની બાજુમાં ઢોલ બનાવતા કેટલાક પરિવારો રાજસ્થાનથી મોડાસા સહિતના વિવિધ વિસ્તારોમાં આવી પહોંચ્યા છે. આ રાજસ્થાની પરિવાર વર્ષોથી ઢોલ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને દર વર્ષે હોળીના પર્વ પર ઢોલ વેચવા માટે આવી પહોંચે છે. માત્ર હોળીના તહેવાર માટે આવતા આવા પરિવારો વર્ષ દરમ્યાન ઢોલ બનાવવાના વ્યવસાય સાથે જ સંકળાયેલા રહે છે. આ પરિવારો માત્ર હોળીની સીઝન પૂરતા આવે છે, અને પરિવારજનોનું ગુજરાન ચાલી શકે તેટલી કમાણી કરી લે છે. વડવાઓ દ્વારા બક્ષિશ રૂપે મળેલી ઢોલ બનાવવાની કળાને તેઓએ ટકાવી રાખી છે. તેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ઢોલના વેચાણ માટે જાય છે, તો મેળા સમયે દ્વારકા અને પોરબંદરમાં પણ ઢોલના વેચાણ માટે જાય છે.

અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં આદિવાસી સમાજમાં હોળીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે, ત્યારે અહીં લોકો ઢોલના તાલે હોળી રમે છે. તેથી અહીંના લોકો ઢોલ વિના હોળી કદાચ નહીં ઉજવતા હોવાથી ઢોલની માંગ વધે છે. પરંતુ આજે આવા કાગીગરોની કળાનો સૂર્યાસ્ત થતો હોય તેમ લાગી રહ્યું છે, જે ખૂબ ચિંતાનો વિષય છે.

Next Story