અરવલ્લી : “વેતન” નહીં પણ “વતન” માટે નિવૃત્ત જવાને શરૂ કર્યો તાલિમ કેમ્પ, જાણો આ પાછળનું હ્રદયસ્પર્શી કારણ..!

યુવાઓ આર્મીમાં જોડાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ યોગ્ય તાલિમના અભાવે યુવાઓ શારિરીક કસોટીમાં નાપાસ થતાં હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના એક નિવૃત્ત જવાન યુવાઓની હિંમતમાં વધારો કરી નિશુલ્ક તાલિમ આપી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઇ ગામે રહેતા ખેમા મોરી 39 વર્ષ સુધી CISFમાં સેવા આપી નિવૃત્ત થયા હતા. જોકે તેમનો જુસ્સો આજે પણ અકબંધ જોવા મળી રહ્યો છે. જેમાં યુવાઓને દેશ સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ માટે ખેમા મોરીએ ગામની વિવિધ ખુલ્લી જગ્યામાં સ્થાનિક યુવાઓને આર્મી અને પોલિસ જેવી સુરક્ષા સેવા માટે તાલિમ આપી રહ્યા છે. જોકે તેઓ વેતન માટે નહીં પરંતુ વતન માટે આ કાર્ય હાથે લીધું છે.
ટીંટોઈ ગામે રહેતા ખેમા મોરી 5 મહિના અગાઉ નિવૃત્ત થયા બાદ તેઓએ યુવાઓને પણ તાલીમ આપવાનું કાર્ય હાથે ઉપાડ્યું છે. લશ્કર અને પોલિસમાં ભરતી થવા માટે ટીંટોઈ સહીત આજુબાજુ વિસ્તારના યુવાઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. નિવૃત્ત આર્મી જવાનની આ પહેલને યુવાનો સહીત સમગ્ર પંથકમાં સરાહના થઇ રહી છે. હાલ તો ખેમા મોરીના આ નિ:શુલ્ક તાલીમ કેમ્પમાં 70 જેટલા યુવાઓ અને બાળકો જોડાયા છે. એટલું જ નહીં 2 યુવાઓ BSFમાં પણ પસંદગી પામ્યા છે.
હવે તમને વિચાર આવતો હશે કે, ખેમા મોરીએ યુવાઓ માટે તાલિમ કેમ્પ શરૂ કેમ કર્યો..! તો તેના પાછળ પણ એક કારણ છે, અને તે કારણ તમારા હ્રદયને સ્પર્શી જશે. ખેમા મોરીના ઘરે 56 વર્ષે પારણું બંધાયું અને તેમની પત્નિએ પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ 3 વર્ષના ટૂંકા ગાળામાં જ સંતાનનું મોત થયું હતું, ત્યારે નિસંતાન બનેલા ખેમા મોરીએ વિચાર કર્યો કે, ભલે કોઇ સંતાન નથી, પણ ગામના તમામ યુવાઓને દેશ સેવા કરવા માટે પ્રેરિત કરી સરાહનિય કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે ખેમા મોરીને ઘડપણનો સહારો ભલે નથી, પણ દેશ સેવા કરી નિવૃત્ત થયેલા ખેમા મોરી હવે પોતે યુવાઓનો સહારો બની રહ્યા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
નવસારી : મીંઢાબારી ગામમાં લગ્નમાં ભેટમાં મળેલી ગિફ્ટમાં થયેલ બ્લાસ્ટનો ...
18 May 2022 5:07 PM GMTભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો વિકાસ અટક્યો? સરકારે વર્ષ 2012માં...
18 May 2022 3:53 PM GMTભરૂચ : ભારત રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે સાંસદ તેમજ MLAએ કંપનીના...
18 May 2022 3:45 PM GMTભરૂચ : જંબુસરની રેફરલ હોસ્પિટલનાં ડોક્ટરોની બેદરકારી ,પીએમ અર્થે આવેલ...
18 May 2022 1:08 PM GMTજામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ,...
18 May 2022 12:55 PM GMT