Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : રાષ્ટ્ર કક્ષાએ સૉફ્ટ ટેનિસમાં બ્રૉન્ઝ મેળવતો મોડાસાની સર્વોદય હાઇસ્કૂલનો રમતવીર

અરવલ્લી : રાષ્ટ્ર કક્ષાએ સૉફ્ટ ટેનિસમાં બ્રૉન્ઝ મેળવતો મોડાસાની સર્વોદય હાઇસ્કૂલનો રમતવીર
X

નવીન અરવલ્લી જિલ્લાની રચના પછી જિલ્લાના રમતવીરો અને કલાકારો રમત, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લાને હંમેશા અગ્રેસર રાખે છે. મોડાસા નગરની પ્રતિષ્ઠિત સી.જી.બુટાલા સેકંડરી અને બી.વી.બુટાલા હાયર સેકંડરી સર્વોદય હાઈસ્કૂલ નો ધો.-૯માં અભ્યાસ કરતો ભાવેશ મુકેશભાઈ ખીલવાણી એ કૌશલ્ય,પરિશ્રમ, ક્ષમતા અને માર્ગદર્શનના સહારે મધ્ય પ્રદેશના દેવાસ મુકામે તા.૧૪ થી ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ આયોજીત ૬૫ મી નેશનલ સ્કૂલ ગેઇમ્સ, અન્ડર-૧૪ સોફ્ટ ટેનીસમાં ગુજરાતની ટીમ તરફથી રમતા હાર્ડલાઇન ફાઇનલમાં મહારાષ્ટ્ર સામે વિજય મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સર્વોદય હાઈસ્કૂલ મોડાસાના ખેલાડીઓએ ૬૨મી નેશનલ ગેઇમ્સથી ૬૫ મી નેશનલ ગેઇમ્સ એટલે કે સતત ચાર વર્ષ થી મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યને ગૌરવવંત બનાવેલ છે.જેમાં વ્યક્તિગત રીતે ભાવેશે સતત ત્રણ વર્ષથી ગોલ્ડ-૧,સિલ્વર-૧ અને બ્રોન્ઝ-૧ મેડલ પ્રાપ્ત કરેલ છે.

મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન આર. શાહ , ઉપપ્રમુખ કનુ સી.શાહ, પ્રભારી માનદમંત્રી ધીરેન બી.પ્રજાપતિ , જીલ્લા પ્ર-શિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ મઝહર સુથાર, જીલ્લા રમતગમત અધિકારી શ્રીમતી હર્ષાબેન ઠાકોર , શાળાના પ્રિન્સીપાલ ડૉ આર.સી.મહેતાએ આ વિશિષ્ટ સિદ્ધિ અપાવવા બદલ ભાવેશને અને માર્ગદર્શક કોચ કમલેશ જોષી, સ્પોર્ટ્સ ટ્રેઇનર ડૉ અમિત ઉપાધ્યાય , રવીન્દ્ર પુવારને અભિનંદન આપ્યા હતા.

Next Story