Connect Gujarat
Featured

અરવલ્લી : મંદિરમાં ઘંટ નહીં પણ સંભળાય છે પથ્થરનો રણકાર, જુઓ મોડાસામાં ક્યાથી આવ્યો પથ્થર..!

અરવલ્લી : મંદિરમાં ઘંટ નહીં પણ સંભળાય છે પથ્થરનો રણકાર, જુઓ મોડાસામાં ક્યાથી આવ્યો પથ્થર..!
X

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક એવા પથ્થરની ચર્ચાએ જોર પકડ્યું છે, કે જે પથ્થરને મંદિરમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે આરતી સમયે મંદિરમાં ઘંટ નહીં, પરંતુ પથ્થરનો રણકાર સાંભળતા જ લોકો મંદિરે પહોચી જાય છે.

મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિરમાં આરતી સમયે ઘંટ નહીં, પણ પથ્થરનો રણકાર સંભળાય છે. આ વાત કદાચ આપને ગળે નહીં ઉતરે, પરંતુ વાત સાચી છે. આપ દ્રશ્યોમાં જોઇ શકો છો કે, અહીં રણકાર ઘંટનો નહીં પણ પથ્થરમાંથી આવે છે. રામાપીર મંદિરે આરતીનો સમય થતાં જ બાળકો અને દર્શનાર્થીઓ આવી પહોચી પથ્થર વગાડવા માટે આતૂર બને છે. કારણ કે, અહીં એક એવો પથ્થર મુકવામાં આવ્યો છે કે, જેનો સૂર મંદિરમાં લગાડવામાં આવાતો બેલ કરતાં પણ મીઠો છે.

હવે આપને જણાવીશું કે, આ પથ્થર અહીં ક્યાંથી આવ્યો..! તો આ પાછળનું પણ કારણ અદભૂત છે. અરવલ્લી જિલ્લામાં દયા ફાઉન્ડેશન દ્વારા સાપ અને પક્ષીઓનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે થોડા દિવસ અગાઉ રેસ્ક્યુ કરાયેલા સાપને જંગલમાં છોડવા જતા દયા ફાઉન્ડેશનના સભ્યને પગમાં ઠોકર લાગતા એક અવાજ આવ્યો હતો, ત્યારે માર્ગ પર જોતા 30 કિલોનો એક પથ્થર હતો. જેને ઊચકીને રસ્તાની બાજુ પર મુકતા ફરી તેમાથી રણકરા થયો હતો. દયા ફાઉન્ડેશનની ટીમને અચરજ લાગ્યું કે, આવું કેમ થાય છે, ત્યારે તપાસ કરતા તેમાથી અવાજ આવવા લાગ્યો હતો. જોકે, આ પથ્થર અરવલ્લીની ગિરિમાળાઓના જંગલમાંથી મળી આવતા તેને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે હાલ તો રામાપીર મંદિરમાં મુકાયેલા પથ્થરને જોવા માટે ઘણા દર્શનાર્થીઓ આવી રહ્યા છે.

Next Story