Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ગરમીથી તોબા પુકારી ઉઠ્યા લોકો, પારો 44 ડિગ્રી પહોંચ્યો

અરવલ્લી : ગરમીથી તોબા પુકારી ઉઠ્યા લોકો, પારો 44 ડિગ્રી પહોંચ્યો
X

અરવલ્લી જિલ્લામાં ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પારો ૪૪ ડિગ્રી પહોંચતા રાહદારીઓ ઠંડા-પીણીના સહારાથી રાહત મેળવી રહ્યા છે.

ચાલુ વર્ષે ગરમીએ અરવલ્લી જિલ્લામાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ગરમી ઓછી થવાની જગ્યાએ દિન પ્રતિદિન વધી રહી છે. જેના કારણે ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીને કારણે જિલ્લામાં હિટ સ્ટ્રોકના કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે ગઇકાલે એક વ્યક્તિનું મોત થયાના પણ સમાચાર મળ્યા છે. આકાશમાંથી લું વરસતા બપોરે અરવલ્લી જિલ્લામાં જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાતું હોય તેવું લાગી રહ્યું છે.

જૂન મહિનાની શરૂઆતમાં પણ ગરીમીનો પારો 44 ડિગ્રીને આંબી ગયો છે, જેને કારણે લૂ લાગવાની પણ ઘટનાઓ બનવા લાગી છે. મોડાસા સહિત માલુપર, મેઘરજ, ભિલોડા, બાયડમાં પ્રજાજનો ગરમીથી બચવા લોકો નિત નવા નુશખા અજમાવી રહ્યા છે અને મોટો ભાગે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. જિલ્લામાં આ વખતે ઉનાળો શરૂઆતથી જ આકારો બની રહ્યો છે.ધોમધખતા તાપ થી પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે. ગરમીને કારણે લોકો ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા હોવાથી રસ્તાઓ સુમસામ બની રહ્યા છે.કામ અર્થે બહાર નીકળવાનું થાય તો પુરૂષો માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધીને નીકળે છે. યુવતીઓ અને મહિલાઓ ગરમ તાપથી બચવા મોઢે દુપટ્ટો અને શરીર કપડાથી ઢાંકી બહાર નીકળે છે. તો કેટલાક લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો પણ લઇ રહ્યા છે.

Next Story