Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : પ્રેમમાં પાગલ યુવકનું “CAR”સ્તાન, મોડાસાની યુવતીનું અપહરણ થયું CCTVમાં કેદ

અરવલ્લી : પ્રેમમાં પાગલ યુવકનું “CAR”સ્તાન, મોડાસાની યુવતીનું અપહરણ થયું CCTVમાં કેદ
X

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ચોરીની ઘટનાઓ તો બની ચૂકી છે, પણ મોડાસામાં અપહરણની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે ઘટના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. શું છે, સમગ્ર મામલો આવો જાણીએ.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી વહેલી સવારે એક કોલેજિયન યુવતીના

અપહરણની ઘટનાથી પોલિસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. રોજિંદા સમય મુજબ

વિદ્યાર્થિની કોલેજ જવા નિકળી હતી, તે અરસામાં કોલેજ નજીક કેટલાક

શખ્સો બોલેરો જીપ લઇને આવી યુવતીના આવવાની રાહ જુએ છે, ત્યારે

થોડીક વારમાં વિદ્યાર્થિની આવે છે જેને પકડતા તેની સાથે રહેલી તેની મિત્ર તેને

બચાવવાના અથાગ પ્રયાસો કરે છે. પરંતુ અપહરણકારો તેને

જીપમાં બેસાડીને લઇ જાય છે. ઘટનાને લઇને આસપાસના લોકોએ

પોલિસને જાણ કરી હતી. પોલિસના આવતા ઘણું થઇ ચૂક્યું હતું. પીડિતા માલપુર તાલુકાની હોવાની માહિતી મળતા ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી

આવ્યા હતા. યુવતીના અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. જે અંગે પોલિસે ગંભીરતા દાખવતા

અપહરણકારોમાં ડર પેદા થયો હતો, જેના કારણે પીડિતાને છોડી મુકવામાં આવતા તેનો બચાવ

થયો.

મળતી માહિતી અનુસાર, અપહરણકારો

પૈકી બે શખ્શમાંથી એક યુવકની અગાઉ આ યુવતી સાથે સગાઈ હતી. જે તૂટી જતાં યુવતીના પ્રેમમાં પાગલ બનેલા યુવકનો મોહભંગ

થતાં યુવતીનું અપહરણ કર્યું હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. જોકે

પીડિતાનો છુટકારો થતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો, ત્યારે હાલ સમગ્ર મામલે પોલિસે ત્રણ આરોપીઓ વિરૂદ્ધ

ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story