Connect Gujarat
દુનિયા

એશિયા કપઃ UAEમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાશે મેચ

એશિયા કપઃ UAEમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાશે મેચ
X

છેલ્લે 1995માં શારજહામાં બન્ને ટીમો સામસામે રહી હતી જેમાં ભારતનો વિજય થયો હતો.

એશિયા કપમાં આજે સુપર-4 મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મુકાબલો થશે. UAEમાં આ બંને ટીમો 23 વર્ષ પછી એકબીજા સામે રમવાની છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે છેલ્લે 1995માં શારજહામાં મુકાબલો થયો હતો. તે સમયે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે વન ડે ક્રિકેટમાં 15 મહિના બાદ કોઈ મુકાબલો થશે. ગત વખતે ચેમ્પિયન ટ્રોફીમાં 15 જૂન, 2017નાં રોજ ભારતીય ટીમે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પહેલાં હોંગકોગ અન બાદમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતના ત્રણ ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. એવામાં ટીમ ઈન્ડિયામાં ફેરફાર નિશ્ચિત છે.

પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં બોલિંગ કરતાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને કમરમાં ઈજા થઈ હતી. શાર્દુલ ઠાકુરને હોંગકોંગ વિરૂદ્ધ મેચમાં અને અક્ષર પટેલને ઈજા થઈ હતી. આ ત્રણેય ખેલાડીઓના સ્થાને દીપક ચહર, રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલને ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે. ત્યારે ટીમ કમિટી હાર્દિકના વિકલ્પમાં કોને ટીમ 11માં સામેલ કરે છે તેની જાણ ટોસ પહેલાં થશે.

Next Story