Connect Gujarat
ગુજરાત

એશિયન ગેમ્સ2018: મંજીત સિંહે 800 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ2018: મંજીત સિંહે 800 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ
X

એશિયન ગેમ્સ 2018માં મેન્સ 800 મીટરની ફાઇનલમાં મનજિતસિંહ ગોલ્ડ મેડલ અને જિન્સન જહોન્સન સિલ્વર મેડલ જીત્યા.

ભારતના મનજીત સિંહે 18મી એશિયન ગેમ્સમાં 10માં દિવસે પુરુષોની 800 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી દેશને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તો ભારતના જ જિનસન જોનસને આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ભારત માટે નવમો ગોલ્ડ મેડલ છે. મનજીતે 1 મિનિટ 46.15 સેકન્ડનો સમય લીધો હતો. તો જોનસને 1 મિનિટ 46.35 સેકન્ડનો સમય લીધો.

1962 બાદ પહેલીવાર થયું છે કે ભારતે એથ્લેટિક્સની આ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ પોતાના નામે કર્યા. બ્રોન્ઝ મેડલ કતરના અબ્દુલ્લા અબ બકરના નામે રહ્યો, જેણે 1 મિનિટ 46.38 સેકન્ડનો સમય લીધો.

હાલમાં જ આઈએએએફ અંડર-20 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ઈતિહાસ રચનારી હિમા દાસ મહિલાઓની 200 મીટર રેસમાં ફોલ્સ સ્ટાર્ટના કારણે બહાર થઈ ગઈ. રેસમાં ભાગ લેનારા એથ્લીટે બંદુકના અવાજ બાદ દોડવાનું શરૂ કરવાનું હોય છે. પરંતુ હિમાએ બંદુક ચાલે તે પહેલા જ પોતાનું સ્થાન છોડી દીધું અને તે આ પ્રકારે બહાર થઈ ગઈ. હાલની જૂનિયર વિશ્વ ચેમ્પિયન હિમાએ 400 મીટર રેસમાં ભારત માટે સિલ્વર જીત્યો હતો.

આ દરમિયાન, ભારતની મહિલા રનર ધૂતી ચંદે ઉત્તમ પ્રદર્શન કરતા 200 મીટર સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ધૂતીએ સેમીફાઇનલના હીટ-1માં 23.00 સેકન્ડના સમયમાં પહેલું સ્થાન મેળવ્યું.

Next Story