Connect Gujarat
ગુજરાત

ઈન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં વડોદરાના યુવાને મેળવ્યો સિલ્વર મેડલ

ઈન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં વડોદરાના યુવાને મેળવ્યો સિલ્વર મેડલ
X

અશ્વિન મકવાણા અંધજન પ્રાયમરી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ઈન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ચેસ ટીમ ઈવેન્ટમાં વડોદરા શહેરના યુવા ખેલાડી અશ્વિન મકવાણાએ ભાગ લીધો હતો. જેણે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અશ્વિનના પિતા પાનનો ગલ્લો ચલાવવાનો વ્યવસાય કરે છે.

એશિયન પેરા ગેમ્સ ઈન્ડોનેશિયાના જર્કાત સિટી ખાતે યોજાયી હતી. જેમાં ભારત, સાઉદી અરબ, નેપાળ સહિત 42 દેશના લોકોમાં ભાગ લીધો હતો. આ સ્પધામાં ભારતમાંથી ઘણા દિવ્યાંગ ખેલાડીઓએ પોતાની કુશળતા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધામાં વડોદરાના અશ્વિન મકવાણા અને હિમાંશી રાઠીએ ચેસ સ્પધામાં ભાગ લીધ હતો. વડોદરા શહેરના અશ્વિન મકવાણા ઈન્ડો પેરા કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ગેમમાં પસંદ કરાયા હતાં. આ ગેમ્સમાં અશ્વિન મકવાણાએ 14માંથી 9.5ના સ્કોર સાથે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. તેમજ 13 લાખનું ઈનામ પણ મળ્યું હતું અને ઈન્ડોનેશીયાની ટીમે 10 ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ઈન્ડોનેશિયાની એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં સિલ્વર મેડલ મેળવનાર અશ્વિન મકવાણાએ જણાવ્યું હતું કે, સિલ્વર મેડલ મેળવતા શહેર તેમજ જિલ્લાનું નાન રોશન કર્યુ છે. મારો અભ્યાસ બીએ ગુજરાતી છુ, હાલ પેન્શનપુરાની અંધજન પ્રાયમરી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અશ્વિનભાઈને 1995માં પોતાના શિક્ષક દ્વારકાદાસ પટેલ સાથે ચેસ રમતા હતા ત્યારપછી તેઓએ ચેસને પોતાની હોબી બનાવી દીધી હતી.

Next Story