Connect Gujarat
ગુજરાત

આસામમાં પૂરની સ્થિતિ વણસી: યુ.પીમાં વરસાદથી ૩ના મોત !

આસામમાં પૂરની સ્થિતિ વણસી: યુ.પીમાં વરસાદથી ૩ના મોત !
X

ઉત્તર પ્રદેશમાં કુલ મૃત્યુઆંક ૧૮૩ જ્યારે આસામમાં ૪૩

આસામમાં ૧.૦૯ લાખ લોકોને અસર, ૧૬૩ ગામો જળમાં ડૂબાડૂબ

ગોલઘાટ અને લખિમપુર જિલ્લાના ૯૭,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઉત્તર તેમજ ઇશાન ભારતમાં વરસાદ સતત ચાલુ રહેતા, ઉત્તર પ્રદેશની નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે તો આસામમાં વહેતી બ્રહ્મપુત્ર પણ બેકાબૂ છે અને નીચાણમાં વસતા લોકોની સ્થિતિ કફોડી બની છે. દરમિયાન ઉ. પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પૂરની સ્થિતિનું લખીમપુર ખેરી વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

ઉ. પ્રદેશમાં ભારે વરસાદથી મિરઝાપુર, ઉનાઓ અને કાનપુરમાં એક- એક એમ ત્રણના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૧ જુલાઈથી અત્યાર પર્યન્ત ૧૮૩પર પહોંચ્યો છે. જ્યારે આસામમાં બ્રહ્મપુત્ર ચોમાસાના પ્રારંભથી જ કહેર વરસાવી રહી છે. રાજ્યના શિવસાગર જિલ્લામાં બે વ્યક્તિના મૃત્યુ થતા ત્યાંનો કુલ મૃત્યુઆંક 43 પર પહોંચ્યો છે. જ્યારે પૂરનો ભોગ બનેલા લોકોનું પ્રમાણ હજારોને પાર કરી ગયું છે.

ઉ. ભારતની ત્રમે મહત્ત્વની નદીઓ ગંગા- જમુના, બ્રહ્મપુત્ર ત્રણે અત્યારે ઇશાન ભારતને ઘમરોળી રહી છે. આસામના ધેમજી, લખીમપુર, દારંગ, ગોલઘાટ, શિવસાગર અને ચારાઇદીઓ જિલ્લાના કુલ ૧.૦૯ લાખ લોકોને પૂરની અસર થઈ છે. ગઈકાલ સુધી ૮૭૦૦૦ લોકો અસરગ્રસ્ત હતા તેનું પ્રમાણ બમણાથી વધી ગયા છે.

જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ ગોલઘાટીમાં ૯૧,૦૦૦ જ્યારે લખીમપુરમાં ૬૦૦૦ લોકોને અસર થઈ છે. મોટા ભાગની પ્રજાને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. હાલ રાજ્યના 163 ગામડાઓ પાણીમાં ડૂબાડૂબ છે. ૧૦,૯૯૧ હેક્ટર જમીનમાં પાક ધોવાઈ ગયો છે.

Next Story