Connect Gujarat
Featured

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત, જુઓ કયાં રાજયમાં કયારે મતદાન

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત, જુઓ કયાં રાજયમાં કયારે મતદાન
X

દેશમાં કોરોનાના કહેર વચ્ચે વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુકયું છે. દેશમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી પર સૌની નજર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આખી ભાજપ કામે લાગી છે. આસામમાં ત્રણ તબકકામાં મતદાન કરાવવામાં આવશે. જેમાં પ્રથમ ચરણનું મતદાન 27 માર્ચના રોજ, બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલના રોજ અને ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલના રોજ થશે. મત ગણતરી તારીખ બીજી મેના રોજ કરવામાં આવશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુ વિધાનસભામાં એક ચરણમાં તારીખ 6 એપ્રિલના રોજ મતદાન કરાવવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં આઠ તબકકામાં વિધાનસભાની ચૂંટણીઓ કરાવવામાં આવશે. પ્રથમ તબકકાનું મતદાન તારીખ 27મી માર્ચ, બીજા તબકકાનું પહેલી એપ્રિલ, ત્રીજા તબકકાનું છ એપ્રિલ, ચોથા તબકકાનું 10 એપ્રિલ, પાંચમા તબકકાનું મતદાન 17મી એપ્રિલના રોજ, છઠ્ઠા તબકકાનું મતદાન તારીખ 22મી એપ્રિલ, સાતમા તબકકાનું મતદાન તારીખ 26 એપ્રિલ અને આઠમા તબકકાનું મતદાન તારીખ 29મી એપ્રિલના રોજ કરાશે. મત ગણતરી તારીખ 2 જી મેના રોજ હાથ ધરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં 2016ની ચૂંટણીમાં TMCએ 211 બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યમાં આ વખતે સમગ્ર તાકાત લગાવી રહેલા ભાજપ માત્ર 3 સીટ જ મેળવી શક્યું હતું. અન્યનાં ખાતાંમાં 4 બેઠક આવી હતી. આસામમાં વિધાનસભાની 126 બેઠક પર ચૂંટણી યોજાશેગત વખતે એટલે કે વર્ષ 2016માં અહીં ભાજપની સરકાર બની હતી. તેને 86 બેઠક, કોંગ્રેસને 26 બેઠક અને એઆઈયુડીએફને 13 બેઠક મળી હતી. અન્ય પાસે 1 બેઠક હતી.તામિલનાડુમાં 234 વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે.

અહીં 134 બેઠક જીતીને AIDMK ગઠબંધને સરકાર બનાવી હતી. ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.કેરળમાં 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. અહીં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. લેફ્ટની 91 અને કોંગ્રેસની 47 બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં 1-1 બેઠક છે.પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશની 30 બેઠક છે. અહીં વિધાનસભામાં 3 નામાંકિત સભ્યો હોય છે. અત્યારસુધીમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા અઠવાડિયે જ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, જે કારણે સરકાર પડી ગઈ હતી. 2016માં કોંગ્રેસે અહીં 19 બેઠક જીતી હતી.

Next Story