Connect Gujarat

ATM કાર્ડનું ક્લોન બનાવીને છેતરપીંડીની ઘટના થી ખળભળાટ

ATM કાર્ડનું ક્લોન બનાવીને છેતરપીંડીની ઘટના થી ખળભળાટ
X

SBI એ અંદાજીત 6 લાખ કાર્ડ બ્લોક કર્યા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોના ATM કાર્ડ થી શંકાસ્પદ ટ્રાન્જેક્શન ધ્યાનમાં આવતા અંદાજીત 6 લાખ ઉપરાંતના ATM કાર્ડ ને બ્લોક કરવામાં આવ્યા છે. કાર્ડનું ક્લોન બનાવીને છેતરપિંડી ની ઘટના બહાર આવતા બેંક દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ATM કાર્ડનું ક્લોન બનાવીને ભેજાબાજો એ ઓનલાઇન ખરીદી, ચુકવણુ, અને ATM થી નાણાં ઉપાડવા માટે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યુ છે.

SBI ના ગ્રાહકોના અચાનક ATM કાર્ડ બંધ થઇ જતા તેઓએ બેંકમાં ફરિયાદ કરી હતી, ત્યારે તેઓને જાણવા મળ્યુ હતુ કે શંકાસ્પદ રીતે ATM કાર્ડના ઉપયોગ બદલ બેંક દ્વારા કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે. જોકે આ અંગે હજી સુધી કેટલા રૂપિયાની છેતરપિંડી થઇ છે તે અંગેની કોઈ માહિતી જાણવા મળી નથી. પરંતુ ઘટનાએ બેંકિંગ ક્ષેત્રે ભારે ચકચાર જગાવી છે.

Next Story
Share it