Connect Gujarat
Featured

“આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના”નો લાભ મેળવવામાં સુરત જિલ્લાના લાભાર્થીઓ સૌથી વધુ મોખરે

“આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના”નો લાભ મેળવવામાં સુરત જિલ્લાના લાભાર્થીઓ સૌથી વધુ મોખરે
X

કોરોના સંકટમાં નાના વ્યવસાય, ઉદ્યોગકારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના” અમલમાં મુકવામાં આવી છે. આત્મનિર્ભર સહાય યોજનામાં વ્યાજ પર ૬% સબસીડી અને યોજના-૨માં વ્યાજ પર ૪% સબસીડીનો લાભ મળે છે. મુખ્યત્વે આ યોજનાનો હેતુ કોરોનાના વિશ્વરૂપી મહામારીના સમયે લોકો ધંધા-ઉદ્યોગ શરૂ કરી, પગભર થાય તે માટે સરકારે ૧૪ હજાર કરોડની આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરી અને આ યોજના થકી નાના ધંધા, ઉદ્યોગ ફરીવાર વેગ પકડી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં ક્રેડિટ સોસાયટીઓ, નાગરિક બેંકો અને ડિસ્ટ્રિકટ બેન્કોના માધ્યમથી નાણાંકીય સહાય આ યોજના હેઠળ જરૂરતમંદો સુધી પહોંચી છે. ગુજરાત રાજ્યમાં આ યોજનાના સૌથી વધુ લાભાર્થી સુરત જિલ્લાના છે. સુરત જિલ્લામાં કુલ ૫૯ ક્રેડિટ સોસાયટીઓ, ૧૭ નાગરિક બેન્ક અને ૧ ડિસ્ટ્રિકટ બેન્ક દ્વારા આ યોજનાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવે છે. જેમાં ક્રેડિટ સોસાયટી દ્વારા ૪૬૦૮ લોકોને ૪૪ કરોડ ૧૫ લાખ કરતા વધુની રકમની આત્મનિર્ભર લોન આપવામાં આવી છે. નાગરિક બેન્કો દ્વારા ૧૪,૫૫૯ લાભાર્થીઓને ૧૪૧ કરોડ ૨૯ લાખ કરતા વધુની રકમ ફાળવવામાં આવી છે. ડિસ્ટ્રિકટ બેન્કો દ્વારા ૫૦૪ લોકોને ૪ કરોડ ૨૫ લાખ રૂપિયાના રકમની લોન સહાય પુરી પાડવામાં આવી છે. આમ ,સુરત જિલ્લામાં કુલ ૧૯,૬૮૨ લાભાર્થીઓને ૧૮૯ કરોડ ૭૦ લાખ રૂપિયા કરતા વધુની રકમની લોન સહાય સરકાર દ્વારા આપવામાં આવી છે. લોકોને ફરી પગભર કરવા સરકાર માટે સરકાર દ્વારા સામર્થ્યવાન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લાભાર્થીઓને આ લોનની રકમ થકી પોતાના રોજગાર ધંધો શરૂ કરવા માટે મદદ મળી રહી છે.

Next Story