તાજતેરમા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઈ હતી. જે ટેસ્ટ સીરીઝમા ટીમ ઈન્ડિયા સીરીઝ 1-0થી જીતવામા સફળ રહી હતી. તો સાથે જ ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ત્યારે ચેતેશ્વર પુજારાના રાજકોટ સ્થિત ઘર ખાતે તેના પરિવાર દ્વારા એક સેલિબ્રેશન રાખવામા આવ્યુ હતુ. જે સેલિબ્રેશન અંતર્ગત પુજારા પરિવારે ક્રિકેટ ગ્રાઉન્ડ થીમ પર એક બનાવડાવી હતી. જેના પર મેન ઓફ ધ સીરીઝ લખવામા આવ્યુ હતુ તો સાથે જ ટ્રોફિ બેટ અને બોલ પણ મુકવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર પુજારા દ્વારા આ સેલિબ્રેશનને લગતા ફોટો તેના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ પર અપલોડ કરવામા આવ્યા છે. ત્યારે ફોટોમા પણ જોઈ શકાય છે કે પુજારા જેને પોતાના આદર્શ માને છે તેવા તેના પિતા અરવિંદ પુજારા તેમજ ચેતેશ્વરની પત્ની પુજા અને દિકરી સેલિબ્રેશન કરતા નજરે પડે છે.

LEAVE A REPLY