Connect Gujarat
દુનિયા

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં ૫૦૦+ રન બનાવનારો પ્રથમ ભારતીય કેપ્ટન બની શકે છે વિરાટ કોહલી

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં ૫૦૦+ રન બનાવનારો પ્રથમ ભારતીય કેપ્ટન બની શકે છે વિરાટ કોહલી
X

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં સચિનના સૌથી વધુ ૬ સદીના રેકોર્ડને તોડી શકે છે.

ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૬ ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જ વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઇ ભારતીય ખેલાડીએ સૌથી વધુ સદી કરી હોય તો એ સચિન છે. સચિનના ખાતામાં ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૬ ટેસ્ટ સદી છે . કોહલીએ આ રીતે ઓસ્ટ્રેલિયા સામે ૪ સદી ફટકારી છે. તેથી તે આ ટેસ્ટ સિરીઝમાં બે સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડી શકે છે.

બન્ને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો એડિલેડમાં ૬ ડિસેમ્બરથી રમાશે. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચમાં પણ ૬૪ રનની ઇનિંગ રમી હતી.સચિને ઓસ્ટ્રેલિયામાં ૫૩.૨૦ની એવરેજથી ૨૦ ટેસ્ટ મેચમાં ૧૮૦૯ રન બનાવ્યા છે. જ્યારે કોહલી પણ ઓસ્ટ્રેલિયામાં ઘણુ સારૂ રમે છે. જો એડિલેડમાં કોહલી બન્ને ઇનિંગમાં સદી ફટકારે છે તો સચિનનો આ રેકોર્ડ તૂટી શકે છે.

૨૦૧૪માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ એડિલેડની બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી જેને કારણે કોહલીનું આ પસંદગીનું મેદાન માનવામાં આવે છે. કોહલી સિવાય પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના નામે પણ ઓસ્ટ્રેલિયામાં પાંચ સદી છે. આ યાદીમાં તે બાદ વીવીએસ લક્ષ્મણનું નામ આવે છે. લક્ષ્મણે ચાર સદી ફટકારી છે.

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં કોઇ વિદેશી બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદીનો રેકોર્ડ ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જેક હોબ્સના નામે છે. હોબ્સે ૨૪ ટેસ્ટ મેચની ૪૫ ઇનિંગમાં ૯ સદી ફટકારી છે. સચિન ૬ સદી સાથે એશિયન બેટ્સમેનોમાં સૌથી આગળ છે. સચિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૨૦ ટેસ્ટ મેચમાં ૫૩.૨૦ની એવરેજથી ૧૮૦૯ રન બનાવ્યા છે જ્યારે કોહલી અત્યાર સુધી આઠ ટેસ્ટ મેચમાં ૬૨ની એવરેજથી ૯૯૨ રન બનાવી ચુક્યો છે.

Next Story