Connect Gujarat
બ્લોગ

તું ગરીબી આટલી ન દેતો એ ખુદા, આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર

તું ગરીબી આટલી ન દેતો એ ખુદા, આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર
X

શનિવાર, તા. ૨૮મી જુલાઈ રાત્રે ૭ કલાકે ભરૂચની કે.જે.ચોકસી પબ્લિક લાઈબ્રેરીમાં 'મેઘધનુષી મહેફિલ' કાર્યક્રમ યોજાયો હતો. લાયબ્રેરીયન નરેન્દ્ર સોનાર, ભરૂચનું ગૌરવ સંગીત કુંટુંબ દેવેશ દવે સાથે મુંબઈથી પધારેલા કવિ હિતેન આનંદપરા (ચિત્ર લેખા : પલક) અને કવિ જતીન બારોટ પધાર્યા. સાહિત્ય સરિતા મુંબઈ પરિવર્તન પુસ્તકાલય કાંદિવલી MEET ઇન્ડિયા ફાઉન્ડેશન (Medical & Education Empowerment Team) કે જે જીજ્ઞેશ શાહના આર્થિક સહયોગથી સધ્ધર બનતી જાય છે. નિહાળો આટલી ભૂમિકા બાદ કાર્યક્રમ રજૂ થયેલા [ગીત, કાવ્ય, ગઝલના અંશો ] ઝલક માણો.

ભરૂચના કવિ હેમાંગ જોષીની રચના સ્વરાંકન દેવેશ દવેએ રજૂ કરી દાદ મેળવી.

હાથ લંબાઉ ને હોય તું ત્યાં

એટલું અંતર હશે તો ચાલશે

મુંબઈથી પધારેલા સાડીના સોદાગર કવિ જતીન બારોટ મોહમયી મુંબઈમાં રહે છે, પણ એમનો આત્મા ગામડામાં વસે છે. ગામડાની છોકરી દરજીને ત્યાં બ્લાઉસ સિવડાવવા જાય અને બન્ને વચ્ચેનો સંવાદ આબેહૂબ રજૂ થયો. દરજીનો તળપદી શબ્દ મેરાઈ છે.

મેરાઈ કહે છોકરીને : તારે સત્તરમું ભારે છે બસ !

રાહુલ દવે, આકાશવાણીનો માન્ય તબલા વાદક છે, મુંબઈ સ્થાયી થયો છે, હાર્મોનિયમ, ગિટાર સરસ વગાડે છે, કંઠ સુરીલો છે, પ્રાર્થના રૂપે 'સારેગમપધનિસા' આશિત દેસાઈની રચના રજૂ કરી વાતાવરણમાં બાંધી લીધું.

સ્વ. પરેશ ભટ્ટની સુપ્રસિધ્ધ રચના દેવેશભાઈએ રજૂ કરી

આપણે ભરોશે આપણે જ ચાલીએ !

ખુદ પર ભરોસો જેને હોય

તેને ખુદાનો ભરોસો નકામો

મનિષા દવેએ મણિલાલ દેસાઈનું જાણીતું ગીત :

'ઉંબરે ઊભી સાંભળું બોલ વ્હાલમના'

આલાપ દેસાઈની રચના :

પ્રેમમાં શરત છે કે ઝુંકવું પડે

પણ દંડવત પ્રણામ રહેવા દે

હિતેન આનંદપરાની રચના :

તું ગરીબી આટલી ન દેતો એ ખુદા

આંગણે આવેલ પંખીને હું ઉડાડું ચણ વગર,

મિત્ર આવેને ઘર દ્વારકા થઇ જાય

હેમાંગ જોષીની રચના :

માણસો અચાનક પારકા થઇ જાય છે

બે અજાણ્યા લોક આપણા થઇ જાય છે

તારા માટે તો ગઝલ

અમારા માટે પ્રાણવાયુ છે.

અંતે ગની દહીંવાળાની રચના દિવસો જુદાઈ જાય છે અને છેલ્લે 'બેફામ'ની જાણીતી રચના :

'એક રાજા હતો એક રાણી હતી તારી અને મારી કહાની હતી' દેવેશ અને મનીષા દવેએ રજૂ કરી

દર ૧૦૦ દિવસે કે.જે.ચોકસી સાર્વજનિક પબ્લિક લાયબ્રેરીમાં આવા કાર્યક્રમ કરવા માટે લોકગાયક અભેસિંહ રાઠોડે આ માટે સાંસ્કૃતિક વિભાગને સહાય આપવા પ્રયત્ન કરીશું એવી ધરપત આપી સંગીત અને સાહિત્ય પ્રેમીઓનું બળ વધાર્યું. આર.સી.સી ભરૂચ અને જૈન સોશ્યલ ગ્રુપ ભરૂચના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ના થયો.

Next Story