Connect Gujarat
દેશ

અયોધ્યા : રામ મંદીર નિર્માણ અંગે પ્રથમવાર બેઠક યોજાઇ, મહંત નૃત્ય ગોપાલદાસને રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિમવામાં આવ્યા

અયોધ્યા : રામ મંદીર નિર્માણ અંગે પ્રથમવાર બેઠક યોજાઇ, મહંત નૃત્ય ગોપાલદાસને રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિમવામાં આવ્યા
X

રામ મંદિર નિર્માણ માટે અતિ મહત્વની આ પહેલી બેઠકમાં

શિલાન્યાસનું મહુર્ત, રામલલાની

સ્થાપનાથી લઇને નિર્માણ પુરુ કરવાની સમય મર્યાદા નક્કી કરવા જેવા મુદ્દાઓ પર

મંત્રણા કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ

માટે બનાવવામાં આવેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્ર્સ્ટની ગઈ કાલે યોજાયેલી

પહેલી બેઠકમાં

મહત્વના નિર્ણય લેતા મહંત નૃત્ય ગોપાલદાસને રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિમવામા

આવ્યા છે, જ્યારે

વિશ્વ હિન્દુ પરિષદના ઉપ પ્રમુખ ચંપતરાયને મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી નૃપદ મિશ્રા રામ મંદિર

નિર્માણ સમિતિના પ્રમુખ રહેશે. ગોવિંદ ગિરીને મંદિર ટ્રસ્ટના ખજાનચી નિમવામાં

આવ્યા છે.

નૃત્ય ગોપાલ દાસ : ટૂંક સમયમાં મંદિર નિર્માણ કાર્ય શરુ થશે

રામ મંદિર ટ્ર્સ્ટના અધ્યક્ષ તરીક

નિયુક્ત થયા નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે લોકોની ભાવનાનો આદર કરવામાં આવશે અને ટૂંક

સમયમાં મંદિર નિર્માણ કાર્ય શરુ થશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય વિશ્વ પ્રસન્ન

તીર્થ સ્વામીએ કહ્યું કે મંદિર નિર્માણ સમિતિની બેઠક આગામી મહિનામાં યોજાશે. જેમાં

નિર્માણ તારીખ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

આ પહેલા ટ્રસ્ટમાં મહંત

નૃત્યગોપાલ દાસનું નામ ન હોવાને લીધે અયોધ્યાના સંતોએ રોષ વ્યક્ત કર્યો હતો.

Next Story