Connect Gujarat
દેશ

રતલામ : હાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત...

રતલામ : હાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત...
X

બાબાએ 29 ભક્તોને સંક્રમિત કર્યા

સમગ્ર દુનિયા કોરોના વાયરસનો ઇલાજ શોધવામાં વ્યસ્ત છે ત્યારે મધ્ય પ્રદેશના એક બાબા દાવો કરતા હતા કે તેઓ જે કોઈ વ્યક્તિના હાથ પર ચુંબન કરી લે તેનું કોરોના વાયરસ કંઈ બગાડી નથી શકતો. પરંતુ હવે ખુદ આ બાબા જ કોરોના વાયરસના ચપેટમાં આવી ચૂક્યા છે. અને કોરોનાને કારણે તેમનું મૃત્યુ થયું. એટલું જ નહિ જતાં- જતાં આ ઢોંગી બાબા પોતાના 29 ભક્તોને પણ કોરોના વાયરસનું સંક્રમણ આપી ગયા.

સમગ્ર મામલો રતલામના નયાપુરાનો છે. અહીં રહેતા બાબા અનવર શાહ ઝાડ ફૂંકથી કોરોના ઠીક કરવાનો દાવો કરતા હતા. ખુદ બાબા અનવર શાહ 4 જૂને કોરોનાથી મૃત્યુ પામ્યા. રતલામ પ્રશાસને જ્યારે બાબાની કોન્ટેક્ટ હિસ્ટ્રી ચકાશી તો કેટલાય લોકોના નામ સામે આવ્યાં જેઓ સતત બાબાના સંપર્કમા હતા.

બાબાએ 21થી વધુ ભક્તોને સંક્રમિત કર્યા. પ્રશાસને તરત સાવચેતી વરતતા ઝાડ ફૂંક કરનાર બે ડઝનથી વધુ બાબાઓને તરત ક્વોરેન્ટાઇન કરી લીધા છે. જણાવી દઈએ કે રતલામમાં કોરોનાના સંક્રમણનો આંકડો વધીને 85 સુધી પહોંચી ગયો છે. આમાં મોટી સંખ્યા ઝાડ-ફૂંક કરતા આવા બાબાઓના ભક્તોની છે. આ આંકડો હવે વધવાની આશંકા છે. એવામાં સિટી એસડીએમ લક્ષ્મી ગામડે જનતાને આવા બાબાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. 62 વર્ષીય અનવર શાહ ઝાડ ફૂંકી ઈલાજ અને તમામ સમસ્યાનું સમાધાનનો દાવો કરતા હતા. તેઓ પતાના ભક્તોને ફૂંકીને પાણી પીવડાવતા હતા અને ભક્તો તેમના હાથ પર ચુંબન કરતા હતા. બાબા ખુદ ક્યારે અને કેવી રીતે સંક્રમિત થઈ ગયા કોઈને ખબર ના પડી. તેમની સાથોસાથ 29 ભક્તોમાં પણ કોરોના વાયરસ ફેલાઈ ગયો.

Next Story