બાબરી ધ્વસં કેસમાં તમામ 32 આરોપી નિર્દોષ, સીબીઆઇ કોર્ટનો ચુકાદો

0

અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો પાયો નંખાય ચુકયો છે ત્યારે હવે સીબીઆઇ કોર્ટે બાબરી ધ્વસં કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. 28 વર્ષ બાદ આવેલાં ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયાં છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, બાબરી ધ્વસં એ પુર્વ આયોજીત નહિ પણ અચાનક બનેલી ઘટના હતી.

વર્ષ 1992ની સાલ જયારે ભાજપ સત્તામાં ન હતો ત્યારે રામમંદિરનો મુદ્દો બહુ ચગ્યો હતો. લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા લઇને નીકળ્યાં હતાં. તારીખ 6 ડીસેમ્બર 1992ના રોજ દેશભરમાંથી કારસેવકો અયોધ્યા પહોંચ્યાં હતાં અને બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પાડયો હતો. અયોધ્યામાં વિવાદિત માળખાને ધ્વસ્ત કરવા સંદર્ભમાં લાલકૃષ્ણ અડવાણી મુરલીમનોહર જોશી, ઉમા ભારતી વિનય કટિયાર, ચંપત રાય, સાધ્વી ઋતુંભરા કલ્યાણસિંહ, સાક્ષી મહારાજ, બ્રજ ભૂષણ, લલ્લુસિંહ, આચાર્ય ધર્મેન્દ્ર, મહંત નૃત્ય ગોપાલદાસ,રામવિલાસ વેદાંતી સહિતના 49 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટમાં કેસ ચાલી રહયો હતો તે દરમિયાન 17 આરોપીના મૃત્યુ થઇ ચુકયાં હતાં. 28 વર્ષ બાદ સીબીઆઇ કોર્ટે તેનો ચુકાદો જાહેર કર્યો છે. જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. દેશના પુર્વ ગૃહમંત્રી અને ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ કરાયેલાં લાલકૃષ્ણ અડવાણીએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here