Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા: પોલીસની નજર ઝૂંટવી આરોપી ફરાર, પોલીસની સતર્કતા પર સવાલ

બનાસકાંઠા: પોલીસની નજર ઝૂંટવી આરોપી ફરાર, પોલીસની સતર્કતા પર સવાલ
X

બનાસકાંઠાની ધાનેરા કોર્ટમાં હાજરી આપવા ગયેલો અલ્પેશ

પંચાલ નામનો રીઢો ગુનેહગાર પોલીસને ચકમો આપી ધાનેરા બસ

સ્ટેન્ડમાં થી બસમાં ચઢતી વેળાએ નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીને પકડવા પીછો કર્યો

પરંતુ આરોપી ભાગી છૂટવામાં સફળ થયો હતો.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની કોર્ટમાં હાજરી આપવા આવેલો આરોપી પોલીસને ધક્કો

મારી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. હથકડી લગાવેલ આરીપી ધાનેરા બસસ્ટેન્ડમાં બસમાં ચઢતી સમયે પોલીસની નજર ચૂકવી તકનો લાભ લઈ ભાગી જતા પોલીસના માથે ચિંતાની

લકીરો વધી છે.

તમને જણાવી દઈએ કે, લુંટ, ચોરી અને

દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ધાનેરાના ધુણસોલ ગામના આરોપી અલ્પેશ પંચાલ પાલનપુર સબજેલમાં હતો જેની ધાનેરા કોર્ટમાં તારીખ પડતાં કોર્ટમાં હાજર થવા માટે તેને ધાનેરા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જોકે કોર્ટમાં હાજરી આપી ત્યાંથી પરત ફરતાં ધાનેરા બસસેટન્ડથી બસમાં ચઢતા સમયે

પોલીસને ધક્કો મારી આરોપી ભાગી

ગયો હતો. હાથમાં હથકડી લઈ ભાગી ગયેલા આરોપીને પકડવા પોલીસે દોડ લગાવી હતી પરંતુ આરોપી નાસી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે હાલતો ભાગી છૂટેલા આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story