Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : બાઇક અને લકઝરી વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત

બનાસકાંઠા : બાઇક અને લકઝરી વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત
X

બનાસકાંઠાના લાખણી પાસે સર્જાયેલા બાઈક અને લકઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ ભાઈઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

લાખણીથી ગેળા ભગવાન હનુમાનજીના મંદિરે જતી લકઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લાલપુર ગામના પ્રજાપતિ સમાજના ત્રણ ભાઈઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયાં હતાં. સામસામે ટક્કરમાં બાઈકના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને બાઈક પર સવાર ત્રણે ભાઈઓના મોત નિપજતાં જ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ આગથળા પોલીસને કરાતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. જોકે ત્રણ ભાઈઓના મોતના સમાચાર ગામમાં અને પરિવાર થતાં જ આખું ગામ શોકમય બની ગયું હતું કોઈક કામથી ત્રણે ભાઈઓ એકજ બાઈક પર સાથે નીકળ્યા હતા ત્યારે કાળ બની આવેલી લઝકરી બસ ત્રણે ભાઈઓને ભરખી ગઈ હતી.

Next Story