Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : “ચડ્ડીધારી ગેંગ”ની કરતૂત થઈ CCTVમાં કેદ, જુઓ કેવી રીતે આપે છે ચોરીને અંજામ..!

બનાસકાંઠા : “ચડ્ડીધારી ગેંગ”ની કરતૂત થઈ CCTVમાં કેદ, જુઓ કેવી રીતે આપે છે ચોરીને અંજામ..!
X

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તસ્કરોની ચડ્ડીધારી ગેંગ સક્રિય થઈ છે. જે

રાત્રીના સમયે શહેરના અલગ

અલગ સ્થળોએ ચોરીને અંજામ આપી રહી છે, ત્યારે ચડ્ડીધારી ગેંગની કરતૂત એક રહેણાંક મકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ડીસા સહિત આસપાસના ગામડાઓમાં રોજેરોજ ચોરીઓના બનાવો સામે આવી રહ્યા છે.

જેમાં ઘરફોડ ચોરીઓના વધતા બનાવો સામે પોલીસ

પેટ્રોલિંગ પર મોટા સવાલો

ઉભા થયા છે. જોકે ગત રાત્રીએ

ડીસા-પાટણ હાઈવે નજીકની સોસાયટીઓમાં તસ્કરો હાથ ફેરો કરવામાં ફરી એક વાર સફળ થયા હતા. કડકડતી ઠંડીમાં પણ તસ્કરોની ચોરી કરવા આવેલી ચડ્ડીધારી ગેંગ સીસીટીવી કેમરેમાં કેદ થઈ ગઈ હતી. જેમાં ચડ્ડીધારી ગેંગના 6 સભ્યો નજરે પડી રહ્યા છે. આ ચડ્ડીધારી ગેગના સીસીટીવી ફૂટેજ જોઈ સ્થાનિક રહીશો પણ ચોંકી ઉઠ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ડીસાના રામસન ગામે તસ્કરોએ એક જ રાત્રીમાં 5 મંદિર અને 9 મકાનોને નિશાન બનાવી 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસ આ વિડિયોના આધારે તપાસ હાથ ધરે તો ડીસા સહિત આસપાસના ગામોમાં

થયેલ મોટાભાગની ચોરીનો ભેદ ઉકેલાઈ શકે છે.

Next Story