Connect Gujarat
ગુજરાત

“મન હોય તો માળવે જવાય” ઉક્તીને સાર્થક કરતો છણિયાણાનો માત્ર ૧૪ વર્ષનો બાળક

“મન હોય તો માળવે જવાય” ઉક્તીને સાર્થક કરતો છણિયાણાનો માત્ર ૧૪ વર્ષનો બાળક
X

‘મન હોય તો માળવે’ જવાય યુક્તિને ધોરણ ૯માં અભ્યાસ કરતાં ૧૪ વર્ષના બાળકે સાર્થક કરી બતાવી છે, અને આખરે બાળકની મહેનત રંગ લાવી છે. નાની ઉંમરે આ બાળક અનેક પ્રવૃત્તિઓમાં પારંગત છે. થોડાક દિવસોમાં આવતા ગણેશજીના તહેવારને લઈ બાળકે સાદી માટીમાંથી અદ્દભુત ગણપતિની મૂર્તિઓ બનાવી સૌના દિલ જીતી લીધા છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છણીયાણા ગામમાં ધોરણ ૯માં અભ્યાસ કરતા સુરેશ પ્રજાપતિ અનેક પ્રતિભાઓનો માલિક છે. ભણવામાં તો અવ્વલ છે. પણ સાથે સાથે સ્કૂલોના અનેક વિધ કાર્યક્રમો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ મોખરે રહે છે. ત્યારે હાલમાં સુરેશે ગણપતિની અદભુત મૂર્તિઓ બનાવી સમાજ સાથે પરિવારને આશ્ચર્ય ચકિત કરી મુક્યો છે. વર્ષોથી ગણપતીની મોહલ્લામાં મૂર્તિઓ જોઈ સુરેશને પણ ગણપતિની મૂર્તિઓ બનાવાનું મન થયું. શરૂઆતમાં મૂર્તિઓ ન બનાવી શક્યો પરંતુ સુરેશે હાર ન માની અને અથાગ મહેનત બાદ આખરે ગણપતિની મૂર્તિઓ બનાવતા શીખી ગયો. આજે અલગ અલગ આકારની મૂર્તિઓ બનાવી રહ્યો છે. સાથે જ સ્કૂલમાં શિક્ષકોના આગ્રહને માન આપી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.

બજારોમાં વેચાતી પલાસ્ટર ઓફ પેરિસની ગણપતિની મૂર્તિઓનું વેચાણ ધૂમ વધ્યું છે. પરંતુ આ મૂર્તિઓ પર્યવારણને નુકશાન પોહચાડે છે. નદી નાળામાં પધરાવેલી મૂર્તિઓ વર્ષો વરસ સુધી ઓગળતી નથી અને પાણીને પણ દૂષિત કરે છે. તેમજ પાણીના અંદર જીવતાં જીવ જતુંઓ અને માછલીઓ મરણ પામે છે. ત્યારે સુરેશે પલાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ન ખરીદવા સાથે પર્યવારણની જાળવણી રાખવા પણ ધર્મપ્રેમી જનતાને અપીલ કરી હતી.

સુરેશ ખુબજ સામાન્ય પરીવારમાંથી આવે છે માતા પિતા પશુપાલનનો વ્યવસાય કરે છે અને પરિવારમાં બે પુત્રો છે. મોટો પુત્ર પાલનપુર ૧૨ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને નાનો સુરેશ ધોરણ ૯ માં ગામની જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. સુરેશની મૂર્તિઓ બનાવાની ઉમદા કળા જોઈ પરિવાર પણ ખુબ જ ખુશ છે. પરિવારનું કહેવું છે કે, મોહલ્લામાં ગણપતિના ઉજવાતા તહેવાર સમયે સુરેશ ગણપતિની મૂર્તિઓ નિહાળતો અને મૂર્તિઓ બનાવાની એની ઈચ્છા હંમેશા હતી. અમારો બાળક કોઈ પાસે શીખ્યો નથી. બસ ભગવાન ગણપતિના આશીર્વાદ છે. હાલમાં માટીમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવે છે એ બાબતનો અમને આનંદ છે ભગવાન એને ખૂબ ખૂબ આગળ વધારે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

સુરેશ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ નહીં પરંતુ સ્કૂલમાં અભ્યાસમાં પણ આગવી છાપ ધરાવે છે સ્કૂલની તમામ પ્રવૃત્તિઓમાં સુરેશ ઉત્સાહથી ભાગ લે છે. સુરેશ સ્કુલના બાળકોમાં પણ પોતાની પ્રવૃત્તિના લીધે ચહિતો બન્યો છે. સ્કૂલોના અનેક કાર્યક્રમોમાં ઢોલક વગાડે છે. સાથે પોતાના મધુર અવાજ સાથે સિગિંગ પણ કરે છે. શિક્ષકો પણ સુરેશથી ખુબજ પ્રભાવિત છે અને સુરેશને પોતાની સ્કૂલની શાન ગણે છે. દરેક બાળકમાં પોતાની કઈક આગવી શક્તિ પડેલી હોય છે. જે બહાર લાવવાની જરૂર હોય છે ત્યારે સુરેશની અંદર પડેલી શક્તિઓના શિક્ષકો ખુબજ વખાણ કરી રહ્યા છે.

હાલમાં છણીયાણા ગામનાં સુરેશના ઘરે મોહલ્લાનાં લોકો સહિત ગામલોકો મૂર્તિઓ જોવા આવી રહ્યા છે. અને સુરેશની કળાના ભરપેટ વખાણ પણ કરી રહ્યા છે. ત્યારે ગણેશ મહોત્સવ સમયે લોકો સુરેશની માટીની ગણપતિની મૂર્તિઓ ખરીદે અને સાચા અર્થમાં સુરેશની મહેનતને ઓપ આપે એવી સુરેશને આશા બંધાઈ છે.

Next Story