Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં સરકારી સેવાઓથી દર્દીઓને નથી મળતી સારવાર...!

બનાસકાંઠા જિલ્લામાં સરકારી સેવાઓથી દર્દીઓને નથી મળતી સારવાર...!
X

સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા ગરીબ દર્દીઓને લાભ મળે તે હેતુ સર આ કાર્ડ શરૂ કરાયા છે. પરંતુ ટ્રાયબલ એરિયા તરીકે જાણીતો દાંતા તાલુકા આદિવાસી વસ્તીથી ભરાયેલ છે.

આવા ગરીબ લોકો પાસે કાર્ડ હોવા છતાં અહીંયા દર્દીઓ પાસે હોસ્પીટલના સંચાકલો દ્વારા પચાસ ટકા રોકડ રકમ લેવાતી હોવાની બૂમો ઉઠવા પામી છે. દાંતાના રતનપુરની લોકસેવા હોસ્પિટલમાં દર્દીને કાર્ડ હોવા છતાં પચાસ ટકા રકમ ભરવી પડી હતી. આવા તબીબો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા આવે તેવી દર્દીઓની ફરિયાદ ઉઠી છે.

Next Story