અંબાજીમાં પોષી પૂનમના દિવસે મા આંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અંબાજીમાં પોષી પૂનમની ધૂમધામથી ઉજવણી નહીં કરવામાં આવે. શક્તિ ચોકમાં માત્ર 25 યજમાનની હાજરીમાં પૂજાવિધિ કરવામાં આવશે. પરંતુ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, દર વર્ષેમાં અંબાનો પ્રાગટ્યોત્સવ ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. ગજરાજ પર માતાજીની વિશાળ શોભાયાત્રા યોજવામાં આવે છે પણ આ વખતે અંબાજી મંદિરમાં 111 કલાક પહેલાં ચાચર ચોકમાં થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25 થી 30 યજમાનોની હાજરીમાં પૂજા વિધિ કરાશે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડ લાઈન મુજબ મંદિરમાં દર્શન કરી શકાશે.