Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : પરણિત પ્રેમિકાને મળવા પહોંચેલાં પ્રેમીના થયા આવા હાલ, જુઓ લોકોએ કેવી આપી સજા

બનાસકાંઠા :  પરણિત પ્રેમિકાને મળવા પહોંચેલાં પ્રેમીના થયા આવા હાલ, જુઓ લોકોએ કેવી આપી સજા
X

બનાસકાંઠામાં વારંવાર લોકતંત્ર પર ટોળાશાહી હાવિ થતી હોય એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. હાલમાં સોશિયલ મીડીયામાં

એક વિડીયો વાઇરલ થઇ રહયો છે જેમાં પરણિત પ્રેમિકાને મળવા પહોંચેલાં પ્રેમીને

ગામલોકોએ ઘેરી લઇ માથે મુંડન કરતો વીડીયો બનાવી લીધો હતો.

લાખણી તાલુકાના અસાસન ગામનો એક વીડીયો વાઇરલ થઇ રહયો છે. જ્યાં એક પરણિત પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમી વિશે ગામ લોકોને ખબર

પડતાં જ તેને પકડીને જાહેરમાં મુંડન કરી દેવામાં આવ્યું હતું એટલુંજ

નહિ મુંડન કરતાં સમયે વિડીયો ઉતારી એને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાયો હતો.

વીડિયોમાં નિર્દયી મુંડન કરાતાં હોવાના દ્રશ્યો જોઈ શકાય છે મુંડન સમયે પકડાયેલ

પ્રેમીના માથાનાં ભાગેથી લોહી

નીકળવા છતાં ગામ લોકોની માનવતાં મરી

પરવારી હોય એ પ્રકારે એનું મુંડન કરવામાં આવી રહ્યું છે એવું નથી કે બનાસકાંઠામાં

આ પહેલો બનાવ છે આ પહેલા પણ લાખણી તાલુકાના અલગ અલગ ગામોમાં પ્રેમિકાને મળવા

પહોંચેલા પ્રેમીઓને ઝાડ સાથે બાંધી માર મારવાના અને મુંડન કરવાના વીડિયો સામે આવી

ચુક્યા છે જોકે જોવાનું એ રહ્યું કે આવા વીડિયો સામે આવવા છતાં પોલીસ તંત્ર

કાર્યવાહી માટે કોઈ પગલાં ભરશે કે પછી ફરીથી આવા જ કિસ્સો સામે આવશે.

Next Story