બનાસકાંઠા : રાણપુર ગામે ખેતરમાં પોલીસનો દરોડો, જુઓ ખેતરમાંથી શું મળ્યું

0

ગુજરાત સરકારે જ ખુદ કબુલાત કરી છે કે બે વર્ષમાં રાજયમાં 68 કરોડ રૂપિયા ઉપરાંતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજયમાં ડ્રગ્સના ધીકતા ધંધામાં અનેક લોકો ઝંપલાવી ચુકયાં છે અને ખેતરોમાં ગાંજાની ખેતી કરી રહયાં છે.

બનાસકાંઠાના રાણપુર ગામ પાસેથી એસઓજીની ટીમે ગાંજાની ખેતી કરતા 3 લોકોને  ઝડપી પાડયા છે. ડીસા તાલુકાના રાણપુર ગામ પાસેથી ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવી છે. રાણપુર ઉગમણાવાસની સીમમાં ગાંજાની ખેતી થતી હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગૃપને મળી હતી. માહિતના આધારે દરોડા પાડવામાં આવ્યાં હતાં ખેતરમાં તપાસ કરતાં શેઢા પરથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.

જેથી પોલીસે  407.16 કિલોગ્રામ વજનના 6344 છોડ કબજે કર્યા હતાં. સ્થળ પરથી ગાંજાના છોડ અને મોબાઈલ સહિત કુલ 40.82 લાખ રૂપિયાનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે. જ્યારે ખેતર માલિક સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે પાંચ આરોપીઓ સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here