Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : ટ્રેકટરમાંથી વેરાઇ બાજરી, ભાઇ- બહેનએ ઘરે લઇ જવા ભેગું કર્યું અનાજ

બનાસકાંઠા : ટ્રેકટરમાંથી વેરાઇ બાજરી, ભાઇ- બહેનએ ઘરે લઇ જવા ભેગું કર્યું અનાજ
X

લોકડાઉનના સમયમાં ગરીબ લોકોનો ઘરોમાં અનાજ ખુટી ગયું છે અને કેટલાય લોકો એવા છે કે જેમના સુધી હજી ભોજન કે અનાજ પહોંચ્યું નથી. ભુખ કોને કહેવાય તેના હદયસ્પર્શી દ્રશ્યો ડીસા- પાટણ હાઇવે પર જોવા મળ્યાં હતાં.

લોકડાઉનના સમયમાં ઘરમાં ચુલો સળગતો નથી લોકો ભુખ્યા પેટે જીવન વ્યતિત કરી રહયાં છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં ડીસા- પાટણ હાઇવે પર ગરીબ પરિવાર ના ભાઇ- બહેન તેમના બકરા ચરાવી રહયાં હતાં. તે દરમિયાન હાઇવે પરથી એક ટ્રેકટર પસાર થયું હતું અને ટ્રેકટરમાંથી થોડી બાજરી ઢોળાઇને રસ્તા પર વેરાઇ ગઇ હતી. બકરા ચરાવી રહેલા ભાઇ- બહેનની નજર પડતાં તેમણે રસ્તા પર જઇને બાજરીઓ એક એક દાણો ભેગો કરી બહેનના દુપટ્ટામાં મુકી તેની પોટલી બનાવી દીધી હતી. બન્ને ભાઇ-બહેને જણાવ્યું હતું કે ‘હાલ સમગ્ર જગ્યાએ લોકડાઉનના કારણે અમારી પાસે કોઇ પ્રકારની ખાવાની વ્યવસ્થા નથી. હાલ અમે કોઇના ઘરે માંગીને પણ ખાઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી કારણ કે ક્યાંક માંગવા જઈએ ત્યારે તેઓ ગામમાંથી બહાર કાઢી મૂકે છે. ત્યારે રસ્તા પર બાજરી વિખરાયેલી જોઇ અમે તેને ભેગી કરી અમે રોટલા બનાવીને ખાઇશું.

Next Story