Connect Gujarat
Featured

બનાસકાંઠા: વડગામના હરદેવાસણા અને કાલેડાની સીમમાં દેખાયો રીંછ, જુઓ સીસીટીવી ફૂટેજ

બનાસકાંઠા: વડગામના હરદેવાસણા અને કાલેડાની સીમમાં દેખાયો રીંછ, જુઓ સીસીટીવી ફૂટેજ
X

વડગામ તાલુકામાં હરદેવાસણા અને કાલેડા ગામની સીમમાં રીંછ સીસીટીવી કેમેરામાં કેદ થયો.

બનાસકાંઠાના વડગામ તાલુકાના હરદેવાસણા અને કાલેડા ગામમાં રાત્રિ સમયે ખોરાકની શોધ કરતું રીંછ સીસીટીવીમાં કેદ થયું હતું. રીંછ દેખાતા આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાત્રી દરમિયાન ખોરાકની શોધમાં રીંછ ખેતર સુધી પહોચી ગયો હતો.

પંથકમાં રીંછ નજરે આવતાં ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડગામ વન વિભાગના અધિકારીઓને જાણ થતાં વન વિભાગની ટિમ ગામમાં પોહચી હતી અને સીસીટીવી ચેક કર્યા હતા જેમાં રીંછ હોવાની પુષ્ટિ થઈ હતી.વન વિભાગની ટીમે રીંછને પકડવાની તજવીજ શરૂ કરી છે.

Next Story