Connect Gujarat
Featured

બેંગલુરુ: ઝૉમાટો કેસમાં આવ્યો નવો વળાંક; ડિલીવરી બોયે કહ્યું- છોકરીએ ચંપલ મારી

બેંગલુરુ: ઝૉમાટો કેસમાં આવ્યો નવો વળાંક; ડિલીવરી બોયે કહ્યું- છોકરીએ ચંપલ મારી
X

ઑનલાઇન ફૂડ ડિલિવરી કંપની 'ઝોમાટો' ના એક કર્મી દ્વારા હુમલો કરવાના મામલામાં બીજો દાવો સામે આવ્યો છે. કર્ણાટકના બેંગલુરુની મોડલ અને મેકઅપ આર્ટિસ્ટ હિતેશા ચંદ્રાનીએ દાવો કર્યો હતો કે ઑનલાઇન ડિલિવરી બોયએ તેના પર હુમલો કર્યો હતો કારણ કે તેણે ઓર્ડર આપવામાં મોડુ થવાની ફરિયાદ કરી હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. ધ ન્યૂઝ મિનિટના અહેવાલ મુજબ, ઝોમાટો વતી ડિલિવરી કરનાર યુવાન કામરાજે દાવો કર્યો હતો કે મહિલાએ તેને ચપ્પલ મારી હતી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. યુવકે દાવો કર્યો હતો કે મહિલાની પોતાની ભૂલથી તેના નાકમાં ઈજા પહોચી છે.

આ સિવાય કંપનીના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પણ નિવેદન જારી કર્યું છે. એક તરફ કંપનીએ હિતેશા ચંદ્રાનીની માફી માંગીને તબીબી ખર્ચ આપવાનું વચન આપ્યું છે અને બીજી તરફ કામરાજને સસ્પેન્ડ કર્યો છે. કંપની કામરાજને પણ મદદ કરી રહી છે. કંપની આખા મામલાની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધનીય છે કે એક દિવસ પહેલા હિતેશાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા કહ્યું હતું કે - હું મંગળવારે સવારથી કામમાં વ્યસ્ત હતી અને ઝૉમાટોથી જમવાનું મંગાવ્યું હતું. મેં બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભોજન મંગાવ્યું. મને ઓર્ડર સાડા ચાર વાગ્યા સુધીમાં પહોંચાડવો જોઈએ. મને મફત ડિલિવરી આપવા અથવા મોડું થાય તો ઓર્ડર રદ કરવા માટે હું સતત ઝોમેટો કસ્ટમર કેરનો સંપર્ક કરતી હતી. આ પછી ડિલિવરી બોય મારા ઘરે પહોંચ્યો. તેની વર્તણૂક ખૂબ કઠોર હતી. તેની વર્તણૂકને સમજીને મેં દરવાજો સંપૂર્ણપણે ખોલ્યો નહીં. મેં તેને કહ્યું કે ખૂબ મોડું થઈ ગયું છે તેથી મારે હવે ઑર્ડર લેવાની જરૂર નથી. આ પછી ડિલિવરી બોય ગુસ્સાથી મને મુક્કો મારી હુમલો કરી ભાગી ગયો. આ પછી પોલીસે ફરિયાદ નોંધાવતાં ડિલીવરી બોયની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - પશ્ચિમ બંગાળ ચૂંટણી: કોંગ્રેસે 30 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી

Next Story