Connect Gujarat
ગુજરાત

પ્રેમીને શોધવા બાંગ્લાદેશી પ્રેમિકા સરહદ ઓળંગી પહોંચી અમદાવાદ !

પ્રેમીને શોધવા બાંગ્લાદેશી પ્રેમિકા સરહદ ઓળંગી પહોંચી અમદાવાદ !
X

ત્રણ વર્ષ બાદ આ પ્રેમીપંખીડા ફરી વાર સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સક્રિય થયા હતા

બાંગ્લાદેશમાં રહેતી ઉદ્યોગપતિ પરિવારની ખૂબસૂરત સાજિદા સોશિયલ મીડિયાના પ્રેમી (ગૌરવ)ને મળવા સરહદ ઓળંગી અમદાવાદ પહોંચી હતી. જોકે શાહીબાગમાં રહેતા સેલ્સમેન ગૌરવ અને તેનો પરિવાર ઘર બંધ કરી રફુચક્કર થઈ ગયો છે. તો પ્રેમિકા પોતાના પ્રેમીને શોધવા મથી રહી છે.

સરહદ પારની આ પ્રેમ કહાની એવી છે કે, બાંગ્લાદેશની યુવતી વર્ષ ૨૦૧૫માં પહેલી વાર અમદાવાદ આવી હતી. ત્યારે પ્રેમીના ઘરે ૧૫ દિવસ સુધી રોકાઈ હતી. ત્યાર બાદ હોટેલમાં રોકાઈ હતી. જોકે બંને વચ્ચે કંકાશની સ્થિતિ સર્જાઈ ત્યારે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. બાદમાં બાંગ્લાદેશ જવા રવાના થઈ હતી. આમ ૨૦૧૧ની સોશિયલ મીડિયાની આ પ્રેમ કહાનીનો પહેલી વાર અંત આવ્યો હતો.

ત્રણ વર્ષ બાદ આ પ્રેમીપંખીડા ફરી વાર સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સક્રિય થયા હતા. આ વખતે યુવકે પોતે સુધરી ગયો છે, ભૂલનો અહેસાસ છે તેવું કહ્યું હતું. આમ સમાધાન બાદ યુવતી અમદાવાદ આવી હતી અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં દુષ્કર્મની ફરિયાદ પરત ખેંચી લીધી હતી. ત્યાર બાદ પ્રેમિકા તા.૧૧મીએ જુલાઈએ ફરી બાંગ્લાદેશ રવાના થઈ હતી.

દરમિયાન પ્રેમિકા જેવી બાંગ્લાદેશ પહોંચી એ પછી પ્રેમીને ફોન કર્યો હતો. પોતે ત્રણ પૈકી એક ફોન ભૂલી ગઈ હતી. આ તબક્કે ગૌરવે સાફ શબ્દોમાં કહી દીધું કે, મને ફોન કરતી નહીં. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પરથી પણ પ્રેમિકાને બ્લોક કરી દીધી હતી. ફરિયાદ પરત ખેંચાવ્યા બાદ પ્રેમીએ આ રંગ દેખાડતાં પ્રેમિકા ૧૪મીએ ફરી ભારત પરત આવી હતી અને અત્યારે પ્રેમીને શોધી રહી છે.

Next Story