Connect Gujarat
Featured

બેંક કર્મચારીઓના પગારમાં થશે 15%નો વધારો

બેંક કર્મચારીઓના પગારમાં થશે 15%નો વધારો
X

2017થી ચાલતી વાતચીતનો આખરે અંત આવ્યો છે. ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ વચ્ચે બેંક કર્મચારીઓના પગાર વધારાને લઈને સહમતી સધાઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હેડકવાર્ટરમાં મળેલી બેઠકમાં બંને પક્ષો બેંક કર્મચારીઓના પગારમાં 15% વધારો કરવાની વાત પર મોડી સાંજે સહમત થયા. વધારો નવેમ્બર 2017ની અસરથી લાગુ થશે. સમાધાન મુજબ પગાર અને ભથ્થામાં 15% વધારો માર્ચ 2017ની પે સ્લીપના આધારે આપવામાં આવશે.

IBA અને UFBU વચ્ચે મે 2017થી બેંક કર્મચારીઓના પગાર વધારા અંગે વાતચીત ચાલુ હતી. આ સમાધાનથી બેંકો પર વાર્ષિક રૂ. 7,900 કરોડનો વધારાનું ભારણ વધશે. જાહેર ક્ષેત્રની બેંકો, પ્રાઈવેટ બેંકો અને વિદેશી બેંકો સહિત 37 બેંકોએ પોતાના કર્મચારીઓના પગાર વધારા અંગે નિર્ણય લેવા IBAને અધિકાર આપ્યો છે.

Next Story