Connect Gujarat
Featured

“બાપુ જીવિત છે દાંડી યાત્રાનું 91 વર્ષ બાદ પુનરાવર્તન" જુઓ અમારો ખાસ અહેવાલ

“બાપુ જીવિત છે દાંડી યાત્રાનું 91 વર્ષ બાદ પુનરાવર્તન જુઓ અમારો ખાસ અહેવાલ
X

ભારતને સ્વતંત્રતા મળ્યાને 75 વર્ષ આવતા વર્ષે પૂર્ણ થશે અને તેના 75 સપ્તાહ પહેલા જ અમ્રુત મહોત્સવની શરૂઆત થઈ રહી છે. આ મહોત્સવ થકી 91 વર્ષ પહેલા મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની યાદો તાજી કરવામાં આવી રહી છે. 91 વર્ષ બાદ 386 કિમી લાંબી આ યાત્રાને રીક્રિએટ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. 91 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ બ્રિટિશ સામ્રાજ્યને દાંડી યાત્રા કરી પડકાર આપ્યો હતો. અંગ્રેજોએ મીઠા પર લગાવેલા કરના કાયદાને સેંકડો કિલો મીટર દાંડી કૂચ કરી તોડ્યો હતો.

મહાત્મા ગાંધીએ દેશના સામાન્ય નાગરિકોને એક મંચ પર લાવીને બ્રિટીશ સત્તા સમક્ષ એક નવો પડકાર ફેંક્યો હતો. તે દરેક કામ ખૂબ જ શાંતિ અને સાદગીથી કરતા હતા. સ્વતંત્રતાની લડત પણ તેમણે તલવાર અને બંદૂક વિના જ લડી હતી. આજથી 91 વર્ષ પહેલા એટ્લે કે, 12 માર્ચ 1930 ના રોજ જ્યારે બ્રિટીશ સરકારે મીઠા પર ટેક્સ લગાડ્યો ત્યારે મહાત્મા ગાંધીએ આ કાયદા સામે આંદોલન છેડ્યું હતું. આ ઐતિહાસિક સત્યાગ્રહમાં ગાંધી સહિત 78 લોકોએ અમદાવાદ સાબરમતી આશ્રમથી દરિયાકાંઠાના ગામ દાંડી સુધી 390 કિલોમીટર પગપાળા યાત્રા કરી હતી. 12 માર્ચથી શરૂ થયેલ આ યાત્રા, 6 એપ્રિલ, 1930 ના રોજ હાથમાં મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કરી પૂર્ણ થઈ હતી.

કાયદો તોડ્યા પછી સત્યાગ્રહીઓ પર અંગ્રેજોએ લાઠીઓ વરસાવી હતી, છતાં આંદોલનકરીઓએ પીછે હઠ કરી ન હતી. 1930 માં, ગાંધીજીએ આ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનમાં લોકોએ બાપુ સાથે પગપાળા યાત્રા કરી હતી અને મીઠા પરના કરનો વિરોધ કર્યો હતો. આ આંદોલનમાં ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સી.રાજગોપાલચારી, પંડિત જવાહરલાલ નહેરુ જેવા આંદોલનકારીઓ શામેલ હતા. સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં 75 અઠવાડીયા પહેલા સરકાર દ્વારા આઝાદી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આઝાદી પહેલા સ્વતંત્રતાની લડાઈમાં થયેલા સત્યાગ્રહનું પુનરાવર્તન આઝાદ ભારતમાં કરવામાં આવી રહ્યું છે.

આઝાદ ભારતમાં સ્વતંત્રતા સેનાનીઓ અને દેશના રક્ષકોની શહીદી આજની પેઢી સમજી શકે તે માટે અમ્રુત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદીએ સંબોધન કરી આ મહોત્સવની શરૂઆત કરાવી હતું જ્યારે ગાંધીના અનુયાયીઓને ઝંડી બતાવી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.

દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી 'સ્વતંત્રતા મહોત્સવ' ની શરૂઆત થઈ છે. આ પ્રસંગે પીએમ મોદીએ સૌ પ્રથમ અમદાવાદના સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી અને અમૃત મહોત્સવના પ્રારંભિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ દેશને સંબોધન પણ કર્યું હતું.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, 'રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય છે, જ્યારે તે પોતાના ભૂતકાળના અનુભવો અને વિરાસતના ગૌરવ સાથે ક્ષણ-ક્ષણ જોડાયેલ હોય. પછી ભારત પાસે તો ગૌરવ કરવા માટે મોટો ભંડાર છે, સમૃદ્ધ ઇતિહાસ છે, એક પ્રિય સાંસ્કૃતિક વારસો છે. આપણાં ત્યાં મીઠાને ક્યારેય તેની કિંમતથી નક્કી નથી કરાયું. આપણાં ત્યાં નમકનો મતલબ છે ઈમાનદારી. આપણાં ત્યાં નમકનો મતલબ છે વિશ્વાસ. નમકનો મતલબ છે વફાદારી. આપણે હજી પણ કહીએ છીએ કે આપણે દેશનું નમક ખાધું છે. આ એટલા માટે નથી કારણ કે મીઠું કોઈ ખૂબ મૂલ્યવાન વસ્તુ છે. એવું એટલા માટે કારણ કે મીઠું આપણા ત્યાં શ્રમ અને સમાનતાનું પ્રતીક છે.

અમૃત મહોત્સવ આજથી શરૂ થયો છે, જે 15 ઓગસ્ટ 2022 ના 75 અઠવાડિયા પહેલા આજથી શરૂ થયો છે અને 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. સંબોધન બાદ વડા પ્રધાન મોદીએ દાંડી યાત્રાના યાત્રાળુઓને ઝંડો બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું.

અમદાવાદનું સાબરમતી આશ્રમ ફરી એકવાર દાંડીયાત્રાનું સાક્ષી બની રહ્યું છે. 1930 માં પણ દાંડી યાત્રાનો પ્રારંભ મહાત્મા ગાંધીએ આજ આશ્રમથી કર્યો હતો. અને આજે 90 વર્ષ બાદ સ્વતંત્રતાની લડાઈમાં સાક્ષી ગાંધી આશ્રમ ફરી એકવાર દાંડી યાત્રાનું સાક્ષી બની રહ્યું

અમદાવાદનું સાબરમતી આશ્રમ ફરી એકવાર દાંડીયાત્રાનું સાક્ષી બની રહ્યું છે. જેણે બ્રિટીશ શાસન સામે સૌથી મોટા સંઘર્ષનો મજબૂત પાયો નાખ્યો હતો. 12 માર્ચ, 1930 ના રોજ મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આજે તે સંઘર્ષને યાદ રાખવા માટે પ્રતીકાત્મક રૂપે પ્રવાસ કરવામાં આવી રહ્યો છે.

1930 માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સાબરમતી આશ્રમથી નવસારીની દાંડી સુધી દાંડીયાત્રા કાઢવામાં આવી હતી. આ કૂચ મીઠા પર બ્રિટીશ સરકારની ઈજારાશાહી સામેનો અહિંસક વિરોધ હતો. દાંડી માર્ચ 12 માર્ચથી 6 એપ્રિલ 1930 સુધી ચાલ્યો હતો. દાંડીયાત્રાએ બ્રિટીશ શાસન સામેના સંઘર્ષ માટે આખા ભારતને એક કર્યું હતું. 17 વર્ષ પછી, 1947 માં, અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું. આજે આજ સત્યાગ્રહને પ્રતિકાત્મક રૂપે દાંડી યાત્રા થકી સંસ્મરણો કરવામાં આવી રહ્યા છે. પી.એમ.મોદીએ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ તેમજ નગરજનો જોડાયા હતા. વર્ષ 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે.

અમૃત મહોત્સવનો ઉજવણીના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશભક્તિના ગીત અને સંગીત સાથે કલાકારોએ સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજયા હતા. આ પહેલા વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ભારત દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહયો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે જેના ઉદ્ઘાટન માટે પીએમ મોદી સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેમેણે સો પ્રથમ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું.અને ત્યારબાદ આશ્રમની વિઝીટ બુકમાં પોતાના અનુભવ લખ્યા હતા આ પહેલા બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યું હતું.તો દેશના વિવિધ કલાકારોએ પણ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જ્યારે પીએમ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. પોતાના સંબોધનમાં પી.એમ.મોદીએ જણાવ્યું હતું કે હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી છે. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે અને આજની પેઢીને આ જાણવું જરૂરી છે .

આઝાદીના 75 વર્ષ બાદ આજે દેશ ફરીએકવાર 90 વર્ષ પૂર્વે યોજાયેલ એતિહાસિક દાંડી યાત્રાનો સાક્ષી બન્યો હતો..દાંડી યાત્રા માત્ર મીઠાના કાળા કાયદાનો ભંગ કરવા પૂરતી જ સીમિત ન હતી પરંતુ આ યાત્રા થકી બાપુએ દેશના લોકોને એકત્રિત કરવાનું અને આઝાદી માટે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે આજે પણ દરેક દેશવાસીએ કોઈ પણ પડકારોનો એકજૂટ થઈ સામનો કરવાની શીખ દાંડી યાત્રા જેવી એતિહાસિક ચળવળ આપી જાય છે..

Next Story