Connect Gujarat
દેશ

BCCI એ આપ્યો દરેક ક્રિકેટ ચાહકને તેની ડ્રીમ ટીમ પસંદ કરવાનો ચાન્સ

BCCI એ આપ્યો દરેક ક્રિકેટ ચાહકને તેની ડ્રીમ ટીમ પસંદ કરવાનો ચાન્સ
X

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 સપ્ટેમ્બરે રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ સાથે જ આ ભારતની 500મી ટેસ્ટ મેચ પૂર્ણ થશે. આ પ્રસંગે બીસીસીઆઇ દ્વારા એક ખાસ કેમ્પેઇન લોન્ચ કરવાનું નક્કી કરાયું છે.

આ પ્રસંગે ક્રિકેટચાહકોને પોતાની ડ્રિમ ટીમની પસંદગી કરવાનો મોકો મળશે. બીસીસીઆઇએ લોન્ચ કરેલા ડ્રીમ ટ્રીમ કેમ્પેઇન હેઠળ ક્રિકેટ ચાહકો પોતાની ડ્રીમ ટીમને વોટ કરી શકશે.

આ કેમ્પેઇનમાં જોડાવા માટે ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ ફેસબુક પેજ પર જઇને પોતાની ડ્રીમ ટીમ માટે વોટ કરવાનો રહેશે.

આ અંગે બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે અગાઉથી 1 લાખ ક્રિકેટચાહકો પોતાની ડ્રીમ ટીમને વોટ આપી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

Next Story