BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થતાં કોલકાતાની અપોલો હોસ્પિટલમાં કરાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમણે ફરીવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક અસરથી અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંગુલીને ફરી એક વખત છાતીમાં દુઃખાવો થતાં અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડાં દિવસ પહેલાં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેકને પગલે દાખલ વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની એન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની કોલકાતાની વુડલૅન્ડ્સ હોસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. હવે તેમની ફરી એક વખત તબિયત લથડતા વુડલૅન્ડ્સ હોસ્પિટલે કહ્યું છે કે સૌરવ ગાંગુલીને ધમનીઓમાં પરીક્ષણ કરવાનું છે. જેથી તેમને હવે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મળતી માહીતી અનુસાર સૌરવની એન્જીઓપ્લાસ્ટી પૂર્ણ થઇ છે અને તેમને એક સ્ટેન્ટ લગાવવામાં ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીના રોજ વુડલૅન્ડ્સ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. 2 જાન્યુઆરીના રોજ સૌરવ ગાંગુલીની તબિયત અચાનક બગડી હતી જેના બાદ તેમને કોલકાતાની વુડલૅન્ડ્સ હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. ત્યાર બાદ ફરી એક વખત છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક ધોરણે સૌરવ ગાંગુલીના પરિવારે કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.