Connect Gujarat

બેંગલુરુમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, નારા લગાવનાર કિશોરી પોલીસ કસ્ટડીમાં

બેંગલુરુમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, નારા લગાવનાર કિશોરી પોલીસ કસ્ટડીમાં
X

બેંગલુરુમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવનાર અમુલ્યાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. આજ રોજ શુક્રવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેના જામીન નામંજૂર કર્યા હતા. પશ્ચિમ બંગાળના ડીસીપી બી.રમેશે કહ્યું કે, અમે અમુલ્યા સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. ઘટના ક્રમમા ગુરુવારે નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમ્યાન અમૂલ્યાએ 'પાકિસ્તાન જિંદાબાદ' ના નારા લગાવ્યા હતા, તેથી તેના પર દેશદ્રોહનો આરોપ મૂક્યો હતો, અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

https://twitter.com/ConnectGujarat/status/1230716007452270600?s=20

અમુલ્યાના પિતાએ કહ્યું કે તેમની પુત્રીએ નાગરિકતા સુધારો કાયદાના વિરોધની રેલીમાં જે કંઇ કર્યું તે તદ્દન ખોટું કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું, "આ સંપૂર્ણ રીતે ખોટું થયું છે. આ ઘટનાને હું સહન નહીં કરુ.

ઓવેસીએ આ ઘટનાની નિંદા કરી હતી

'સેવ કન્સ્ટિટ્યૂશન' નામની

સંસ્થાએ અમુલ્યાને સ્ટેજ પર બોલવાનું આમંત્રણ આપ્યું હતું. અમુલ્યાએ સ્ટેજ પર

પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતાની સાથે ત્યાં હાજર ઓવૈસી સહિત અન્ય લોકોએ તેની

પાસેથી માઇક છીનવી લઇને પોલીસની મદદથી સ્ટેજ પરથી નીચે ઉતારી હતી. અમૂલ્યા પર

આઈપીસીની કલમ 124 એ હેઠળ રાજદ્રોહનો આરોપ લગાવ્યો હતો. ઓવૈસીએ કહ્યું કે હું આ

ઘટનાની નિંદા કરું છું. આ સ્ત્રી અમારી સાથે સંકળાયેલી નથી. ભારત આપણા માટે જિંદાબાદ

હતું, તે જિંદાબાદ રહેશે.

ઓવૈસીએ કહ્યું હતું કે, “હું કે મારી પાર્ટીની અમુલ્યા સાથે કોઈ સંબંધ નથી. અમે તેની નિંદા કરીએ છીએ. આયોજકોએ આવા લોકોને અહીં બોલાવવા ન જોઈએ. જો મને આ ખબર હોત, તો હું તેને અહીં આવવા ન દેત. અમે અહીં ભારત માટે છીએ અને દુશ્મન દેશ પાકિસ્તાનને કોઈપણ રીતે ટેકો આપતા નથી. અમારું મિશન ભારતને બચાવવાનું છે.

Next Story
Share it