Connect Gujarat
ગુજરાત

સહેલાણીઓ માટે ગુજરાતમાં છે આ બેસ્ટ પિકનીક પોઈન્ટ, યોજાય છે ખાસ ફેસ્ટિવલ

સહેલાણીઓ માટે ગુજરાતમાં છે આ બેસ્ટ પિકનીક પોઈન્ટ, યોજાય છે ખાસ ફેસ્ટિવલ
X

ગિરિમથક સાપુતારા ખાતે આજથી ર૩ દિવસનાં દિવાળી ફેસ્ટિવલનો થશે પ્રારંભ.

ગુજરાતકી આંખો કા તારા, એટલે સાપુતારા! સહ્યાદ્રિ પર્વતમાળાઓની ગોદમાં વસેલું ખૂબસૂરત ગિરિમથક પ્રવાસીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. અહીં આવતી કાલથી એટલે કે તા.૩ જી નવેમ્બરથી ર૩ દિવસ માટેનાં દિવાળી ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેનું ઉદ્ધાટન ડાંગ જિલ્લાના પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવશે. દિવાળી વેકેશનમાં ફરવા માટેનાં શોખિન ગુજરાતીઓ માટે આ સ્થળ હવે હિલ સ્ટેશન તરીકેનું આકર્ષણ જમાવી રહ્યું છે.

અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રતિવર્ષ ખાસ પ્રકારની તૈયારીઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તો દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ હિલ સ્ટેશનની મઝા માણી શકે તે માટે ફેસ્ટિવલ યોજાતો હોય છે. જે પણ ખાસ અકર્ષણ રહેતું હોય છે. અહીં પ્રવાસીઓ સનસેટ પોઈન્ટ તથા તળામાં બોટિંગ સહિતની અનેક સુવિધાઓનો લાભ લઈ શકે છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="71385,71386,71387,71388,71389,71390,71391,71392,71393,71394"]

નોટીફાઇડ એરીયા કચેરી, સાપુતારા દ્વારા આયોજિત દિવાળી ફેસ્ટિવલ-૨૦૧૮ દરમિયાન તા.૩ થી રપ નવેમ્બર, ૨૦૧૮ સુધી, એટલે કે સતત ર૩ દિવસો સુધી સાપુતારાના સહેલાણીઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, અને અનેકવિધ ગેમ્સ, એક્ટિવિટીમાં ભાગ લેવાનો લ્હાવો મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. હોટલ સેજલની સામે જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલા સામિયાણામાં યોજાનારા દિવાળી ફેસ્ટિવલના ઉદ્ધા્ટન કાર્યક્રમમાં મંત્રી ઉપરાંત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ બીબીબેન ચૌધરી, ધારાસભ્યમંગળભાઇ ગાવિત પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ વેળા અતિથિ વિશેષ તરીકે ડાંગ કલેક્ટર બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી હાજરી આપશે.

દરરોજ સાંજે ૭ વાગ્યાથી શરૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો હોટલ સેજલની સામે-સંગ્રહાલયના પરિસરમાં તૈયાર કરાયેલા સામિયાણાંમાં યોજાશે. જ્યારે દિવસ દરમિયાન જુદા જુદા સ્થળે-જુદી જુદી ગેમ્સ, એક્ટિવિટીનું પણ આયોજન કરાયુ છે. તેમ, સાપુતારા નોટીફાઇડ એરીયાના ચીફ ઓફિસર શ્રી કે.પી.ગામીતે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

Next Story