Connect Gujarat

18 જાન્યુઆરીથી 23 માર્ચ વચ્ચે વિદેશથી ભારત આવ્યા છે, 15 લાખ પ્રવાસીઓ...

18 જાન્યુઆરીથી 23 માર્ચ વચ્ચે વિદેશથી ભારત આવ્યા છે, 15 લાખ પ્રવાસીઓ...
X

18 જાન્યુઆરીથી 23 માર્ચની વચ્ચે, વિદેશથી 15 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ભારત આવ્યા છે. હવે કેન્દ્રએ બધા જ રાજ્યોને વિદેશથી ભારત પરત આવેલા લોકો ઉપર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવોને જણાવ્યું છે કે એવું લાગે છે કે કોરોના વાયરસના વાસ્તવિક સર્વેલન્સ અને વિદેશથી આવતા પ્રવાસીઓની કુલ સંખ્યા વચ્ચે મોટો તફાવત છે. અત્યાર સુધી, ભારતમાં કોરોના વાયરસના ઘણા દર્દીઓ વિદેશી મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે. આ મુસાફરોની અનદેખીથી કોરોના વાયરસ સામેના અભિયાનમાં ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. આ કિસ્સામાં, વિદેશથી આવેલા બધા જ મુસાફરો ઉપર નજર રાખવી જરૂરી બને છે.

હાલમાં શ્રીનગર વાડીમાં, લોકોએ

વિદેશથી પરત આવી છુપાયેલા 400થી વધુ સ્થાનિક નાગરિકો અંગે કંટ્રોલરૂમને માહિતી આપી

હતી. આવી અનેક ફરિયાદોમાંથી 200 ફરિયાદો સાચી હોવાનું જાણવા મળ્યું હતું. અને

વિદેશથી પરત આવેલા 150 લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરો પર મોકલવામાં આવ્યા છે.

Next Story
Share it