Connect Gujarat
ગુજરાત

ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં લીધી જળસમાધી

ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં લીધી જળસમાધી
X

સરપંચના ખેતરમાં યુવતીની સમાધી બનાવી દિવ્યભવ્ય

મંદિરના નિર્માણ કરવાની ગ્રામજનોનો સંકલ્પ

નેત્રંગના ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના

રણુજામાં જળસમાધી લીધી હતી.

ભરૂચ-નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા

નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામના રહીશ છોટુભાઈ વસાવાને બે દીકરી સગુણાબેન અને

સરલાબેન,દીકરો સહદેવ,આદિવાસી પરિવારની આર્થિક પરિસ્થિતિ નાદુરસ્ત હોવાથી ખેતીકામ કરી ગુજરાન

ચલાવતા હતા,અને ઘરના તમામ સભ્યો રણુજા રામપીર ભગવાનના ભક્તો

હોવાથી રાજસ્થાથના રણુજા ખાતે દર્શન અર્થે અવરજવર રહેતી હતી. જેમાં છોટુભાઈ

વસાવાની દીકરી સગુણાબેન રણુજા રમાપીરના ભક્તિના રંગમાં રંગાઇ ગઇ હતી અને થોડા

દિવસો પહેલા જ ભાંગોરી-નેત્રંગ ગામના ૫૦ થી વધુ ભક્તો રાજસ્થાનના રણુજાના

રામાપીરના દર્શનાર્થે ગયા હતા. જેમાં તે પણ હોંશેહોંશે ગઇ હતી,જ્યાં ભક્તિમાં લીન થઇને રણુજા રામાપીરના પરચા વાવડીમાં

સવારના સમયે એકાએક જળસમાધી લઇ લેતા સાથે ગયેલા અન્ય દર્શનાર્થીઓને માલુમ પડતા

ચકચાર મચી જવા પામી હતી.

ત્યારબાદ પોલીસની જરૂરી કાર્યવાહી કરીને મૃતક યુવતીના

પાથિૅવ દેહને નેત્રંગના ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો,અને ઢોલ-નગારાના વાજીંત્રો સાથે અબીલ-ગુલાલ સાથે

અંતિમયાત્રા કાઢવામાં આવી હતી,અને ગામના સરપંચ નવજીભાઇ

વસાવાના ખેતરમાં યુવતીની સમાધીમાં સમાવી ત્યાં દિવ્યભવ્ય મંદિરના નિમૉણ કરવામાં

તેવું જણાવ્યું હતું.

હાલમાં ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે

આવી રહ્યા છે,જાણવા મળ્યું છે,જેમાં સાથે ગયેલા દર્શનાર્થીઓ અને યુવતીના માતાપિતા સહિત પરિવારના સભ્યોએ

જણાવ્યું હતું કે, સગુણાબેને ભગવાન રામાપીરના ભક્તિમાં

લીન થઇને જળસમાધી લીધી છે.જે ભગવાનના દ્વારે ગઇ છે,જેની

યાદમાં આવનાર સમયમાં ભજન-કિતૅન અને ધામિૅક કાયૅક્રમ કરવામાં આવશે.

Next Story