/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Ank.jpg)
અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં પણ વ્યાપક અસર જોવા મળી
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવી દુકાનો બંધ કરાવી હતી. તો રસ્તા રોકી એસટી ડેપોમાં બસ પરત વાળનાર 20 કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. 80 થી વધુ કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ બજારો બંધ કરાવવા નીકળ્યા તા. ત્રણ રસ્તા સર્કલ પાસે કાર્યકરોએ ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો. જ્યારે જીનવાલા સ્કૂલને કાર્યકરોએ બંધ કરાવી હતી.
અંકલેશ્વર શહેરનાં વિવિધ માર્ગો ઉપર કોંગ્રેસનાં કાર્યકરો વાહન વ્યવહાર અને દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. જેથી પોલીસે 80 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો બંધના પગલે અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં પણ વ્યાપક અસર જોવા મળી હતી. જેમાં કાસ કરીને ટ્રાન્સ્પોર્ટેશન ઉપર અસર જોવા મળી હતી.