Connect Gujarat
Featured

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં કરી લીધા લગ્ન

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં કરી લીધા લગ્ન
X

બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં સંબંધીઓ અને નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને બુમરાહ અને સંજનાએ ખૂબ ઓછા લોકોને આમંત્રણ આપ્યુ હતુ. છેલ્લા થોડા દિવસથી બુમરાહ તેના લગ્નને લઇને ચર્ચામાં હતો. બુમરાહે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવાની ચાર મેચની સિરીઝમાંથી નામ પાછુ લીધુ હતુ અને BCCI પાસે રજા માંગી હતી. બુમરાહના લગ્ન થવાના છે તેને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી.

જાણો કોણ છે બુમરાહની પત્ની સંજના (અનુપમા) ?

25 વર્ષની અનુપમા તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરે છે. તે ટોલિવૂડની ખુબસુરત એક્ટ્રેસ છે અને તેની ઘણી મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. થોડા દિવસ પહેલા જ બંનેના ડેટીંગની માહીતી સામે આવી હતી. આ વાતની સ્યોરીટી આપવા કોઇ તૈયાર નથી પરંતુ જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઇ છે તે પ્રમાણે બુમરાહ અને અનુપમા લગ્ન કરશે તેવુ લાગી રહ્યું છે.

Next Story