Connect Gujarat
Featured

ભારતી એરટેલને માર્ચ ક્વાર્ટરમાં રૂપિયા 5237 કરોડનું નુકસાન થયું

ભારતી એરટેલને માર્ચ ક્વાર્ટરમાં રૂપિયા 5237 કરોડનું નુકસાન થયું
X

ટેલિકોમ કંપની ભારતી એરટેલે નાણાકીય વર્ષ 2019-20ના માર્ચ ક્વાર્ટરમાં 5,237 કરોડ રૂપિયાનું નુકસાન દર્શાવ્યું છે. કંપનીએ સોમવારે કહ્યું હતું કે, આ ખોટ જૂની કાનુની બાકી રકમ પર ખર્ચની જોગવાઈને કારણે થઈ છે.

નાણાકીય વર્ષ 2018-19ના આ ક્વાર્ટરમાં તેણે 107.2 કરોડનો શુદ્ધ નફો થયો હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની એકીકૃત આવક લગભગ પંદર ટકા વધીને રૂ .23,722.7 કરોડ થઈ છે. 2018-19ના સમાન ક્વાર્ટરમાં તે રૂ .20,602.2 કરોડ હતી.

31 માર્ચ 2020 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીએ 7,004 કરોડ રૂપિયાની અલગ જોગવાઈ કરી હતી. તેમાંના મોટાભાગની બાકી રકમ અંગે છે. માર્ચ 2020 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, સમાન મોટી રકમની જોગવાઈને કારણે કંપનીને 32,183.2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

વધુમાં જણાવીએ તો વર્ષ દરમિયાન કુલ ખાધ 87,539 કરોડ રુપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2018-19માં કંપનીને 409.5 કરોડ રુપિયાનો ચોખ્ખો લાભ થયો હતો અને તે વર્ષે ખાધ 80,7780.2 કરોડ રુપિયા હતી.

Next Story