Connect Gujarat
ગુજરાત

ભરૂચ : 108 એમ્બયુલન્સ અધવચ્ચે બગડી, જુઓ ડ્રાયવર અને EMTનું શું થયું

ભરૂચ : 108 એમ્બયુલન્સ અધવચ્ચે બગડી, જુઓ ડ્રાયવર અને EMTનું શું થયું
X

કોરોના વાયરસની મહામારી વચ્ચે 108 એમ્બયુલન્સની સતત દોડધામ રહેતી હોય છે ત્યારે ભરૂચમાં બનેલી એક ઘટનાએ 108 સેવા સામે સવાલો ઉઠાવ્યાં છે.

ભરૂચમાં જિલ્લા કલેકટર કચેરી તરફથી સિવિલ હોસ્પિટલ આવી રહેલી 108ની એમ્બયુલન્સ અધવચ્ચે ખોટકાય જતાં ઇએમટી તથા પાયલોટને એમ્બયુલન્સમાં જ રાત વિતાવવાની ફરજ પડી હતી. શહેરની મધ્યમાં આવેલી પુનિત નગર સોસાયટી પાસે મંગળવારના રોજ રાતના સમયે બની હતી. બુધવારે સવારના સમયે મીકેનીકે આવી રીપેરીંગ કરતાં એમ્બયુલન્સ ફરી ચાલુ થઇ હતી. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એમ્બયુલન્સ જેવા બહુઉપયોગી વાહનનું રસ્તામાં ખોટકાય જવાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. દર્દીઓના વહન દરમિયાન આવી ઘટના બને તો દર્દીઓનું શું થાય તેવો પણ સવાલ ઉપસ્થિત થાય છે. વર્તમાન મહામારીને ધ્યાનમાં રાખી સરકારે એમ્બયુલન્સોનું યોગ્ય રીપેરીંગ કરાવે તે જરૂરી બન્યું છે.

Next Story