Connect Gujarat
ગુજરાત

ભરૂચ: 108 કર્મીઓએ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો

ભરૂચ: 108 કર્મીઓએ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો
X

ચાલુ એમ્બ્યુલન્સમાં કરાઇ મહિલાની પ્રસુતિ

ભરૂચ શહેર 108 એમ્બ્યુલન્સને આજરોજ સવારે 9 વાગ્યા ના સુમારે કવીઠાગામનો એક લેબર પેઇનનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ Emt પ્રીતિ ચણાવાળા અને પાઇલોટ કલ્પેશ ભાઈ 108 એમ્બ્યુલન્સ લઈને કાવીઠાગામે પહોંચ્યા હતા. જયાં મહિલાની તપાસ કરી 108 એમ્બ્યુલન્સમાં તેને લઈને ઝગડીયા સેવારૂરલ જવા માટે રવાના થયા હતા.

દરમિયાન રસ્તામાં મુલદ ચોકડી પાસે મહિલાને અસહ્ય પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડ પર ઉભી રાખી Emt પ્રીતિ દ્વારા એમ્બ્યુલ્સમાંજ ડિલિવરી કરવાનું નક્કી કરતા અમદાવાદ ખાતે આવેલા 108ના સેન્ટર માં બેસેલા ડોકટરનો સંપર્ક કરી ટેલિફોનિક વાત કરી મહિલાની સફળ પ્રસુતિ એમ્બ્યુલ્સમાં જ કરાવી હતી. આ બનાવની ગંભીરતા એ હતી કે, સગર્ભા મહિલાને ફક્ત સાડા સાત મહીને જ પ્રસુતિ થઈ ગઈ હતી. પણ 108 કર્મીઓની સમય સુચકતા અને ડોકટરો સલાહ થી મહિલા અને બાળકી બંંન્નેવનો જીવ બચાવી લેવાયો હતો અને સલામત રીતે મહિલા અને બાળકીને ઝઘડિયા સેવા રૂલર ખાતે વધુ સારવાર માટે ખસેડાય હતી.

Next Story