Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ 108 ટીમે કપાસનાં ખેતરમાં મહિલાની સફળતા પૂર્વક કરાવી પ્રસુતિ

ભરૂચઃ 108 ટીમે કપાસનાં ખેતરમાં મહિલાની સફળતા પૂર્વક કરાવી પ્રસુતિ
X

કોલનાં સ્થળ ઉપર પહોંચેલી ટીમે પરિસ્થિતિ પારખી ડિલિવરી કરાવતાં માતા અને બાળક બન્ને તંદુરસ્ત

ભરૂચ જિલ્લા 108 ની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મૂળ મધ્યપ્રદેશનાં અને પાલેજ પંથકમાં ખેતરોમાં મજૂરી કામ કરતા પરિવારની એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં 108ને કોલ કરવામાં આવ્યો હતો. 108ની ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચતાં સગર્ભાને ડિલિવરી થવાનો સમય થઈ ગયો હોવાથી કન્ટ્રોલ રૂમમાં ઉપસ્થિત ડોક્ટરની સલાહ થકી 108ની ટીમે કપાસનાં ખેતરમાં જ મહિલાની સફળતા પૂર્વક પ્રસુતી કરાવી હતી. બાદમાં બન્નેને સારવાર અર્થે પાલેજની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

જેમાં પાલેજ લોકેશનની 108 એમ્બ્યુલન્સને એક કરજણ તાલુકાના પછીયા પુરા ગામનો લેબરપેનનો કોલ મળ્યો હતો. કેસ મળતાની સાથે ઈએમટી સિટેશભાઈ અને પાઇલોટ મુનાફભાઈ તરત જ 108 એમ્બ્યુલન્સ લઇ સ્થળ ઇપર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચતાં સદર્ભા નપાલીબેન સનોભાઈ ડામોર મૂળ મદ્યપ્રદેશના રહેવાસીને ડિલિવરીનો દુઃખાવો ઉપાડ્યો હતો. 108 ઈ એમ ટી દ્વારા સઘરભા બેન ની તપસ કરતા ડિલિવરી થવાની તૈયારીમાં હતી. આવી પરિસ્થિતિમાં 108 ની ટિમ દ્વારા કપાસના ખેતરમાં જ ડિલિવરી કરવાનું નકકી કર્યું હતું.

ઈ એમ ટી સિટેશભાઈ દ્વારા તાબડતોડ 108 એમ્બ્યુલન્સના હેડ ઓફીસ ખાતે બેસેલા ડોક્ટરની સલાહ લઇ સફળ ડિલિવરી કપાસના ખેતરમા જ કરવી હતી. જેમાં નપાલીબેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ડીલીવરી થયા પછી વધુ સારવાર માટે માતા અને બાળકને પાલેજ સરકારી દવાખાને દાખલ કરવામાં આ્યા હતા. બાળકનો જન્મ થતાંની સાથેજ તેની માતા અને તેમનાં સગા સંબંધીઓમાં ખુશીની લાગણી પ્રસરી હતી. આમ માતા અને બાળકના જીવને પ્રાથમિકતા આપી ખેતરમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી. મહિલાનાં સંબંધિઓએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story