Home > Featured > ભરૂચ : 13 વર્ષીય દીપ ઠકકરે મોડલિંગમાં ભરૂચનું નામ કર્યું રોશન, જુઓ શું મેળવી સિધ્ધિ
ભરૂચ : 13 વર્ષીય દીપ ઠકકરે મોડલિંગમાં ભરૂચનું નામ કર્યું રોશન, જુઓ શું મેળવી સિધ્ધિ
BY Connect Gujarat6 Feb 2021 12:55 PM GMT
X
Connect Gujarat6 Feb 2021 12:55 PM GMT
ભરૂચના ૧૩ વર્ષીય દીપ ઠક્કરે મોડલિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી શહેર તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષીય દીપ ઠક્કરને નાનપણથી જ અભિનય અને મોડલિંગ ક્ષેત્રમાં રસ હતો. તેણે અનેક સ્પર્ધામાં વિજેતા થઈ આગવી નામના પ્રાપ્ત કરી હતી તાજેતરમાં તે મિસ્ટર કિંગ અને ક્વીન સ્પર્ધામાં ભાગ લેવા ઝાંસી ગયો હતો જેમાં પણ તે પ્રથમ વિજેતા જાહેર થયો હતો. તેણે ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં પણ ઓડીશન આપ્યું છે જેમાં પણ દીપ ઠક્કર સિલેક્ટ થઇ ગયો છે અને હવે તે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ ભરૂચનું નામ રોશન કરશે.
Next Story